દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્યમાં તસ્કરોનો આતંક યથાવત રહ્યો છે. તસ્કરોના ત્રાસથી રાજ્યમાં ઓહાપો મચ્યો છે. ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન કલોલનાં શારદા સર્કલ પાસેના બે પાર્લરમાં એક તસ્કર શટરનાં તાળા તોડી રોકડ રાહ રકમ તેમજ ચાંદીના સિક્કા સહિત નો મુદ્દામાલ ચોરી નાસી ગયાની ફરિયાદ કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે. ત્યારે એક પાર્લરમાં ચોરી કરતાં ચોરની તમામ ગતિવિધિઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસનો દોર હાથ ધર્યો છે.
ADVERTISEMENT
કલોલના શારદા સર્કલ પાસેના બે પાર્લરમાં ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે ચોરીની ઘટનાને લઈ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તસ્કરો ચોરી કરતાં CCTV માં કેદ થયા છે. આ દરમિયાન CCTVના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણો શું છે ઘટના
ગઈકાલે સોમવારે રાબેતા મુજબ રવિભાઈ દુકાનના શટરને તાળું મારી ઘરે ગયા હતા. જયારે આજે વહેલી સવારે દુકાનની બાજુમાં આવેલી ડેરીનાં અરવિંદભાઈએ ફોન રવિભાઈને કરીને પુછ્યું હતું કે, દુકાન કેમ ખુલ્લી મૂકીને ગયા છો. આ સાંભળીને રવિભાઈ ચોંકી ઉઠયા હતા. અને તાબડતોબ પોતાની દુકાને પહોંચી ગયા હતા. અને જોયેલ તો દુકાનના બન્ને શટરના તાળા તુટેલા હતા. બાદમાં અંદર જઈને તપાસ કરતાં કેશ કાઉન્ટર તેમજ તેની બાજુના ખાનામાંથી કુલ રૂ. 12 હજાર 700 ની રોકડ ચોરાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. આ દરમ્યાન થોડેક દૂર આવેલ ફેની પાન પાર્લરના માલિક વિશાલભાઇ ત્યાં આવી પહોંચ્યા હતા. જેમની દુકાનના પણ શટરનાં તાળા તોડી અંદરથી 13 હજાર રોકડા તેમજ ચાંદીના 25 સિક્કા ચોરાઈ ગયાની વાત કરી હતી.
તસ્કરોએ ખાલી ડોલ પણ ન છોડી
રવિભાઈએ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાની ચકાસણી કરતાં એક ઈસમ દુકાનમાં પ્રવેશી લાઈટ ચાલુ કરીને આરામથી ખુરશી પર બેસીને પોતાનો મોબાઇલ જુએ છે. અને દુકાનના ખાના ફેંદી અંદરથી રોકડ રૂપિયા ચોરીને ખિસ્સામાં મૂકીને પાછો લાઈટ બંધ કરી દુકાનમાં પડેલી ખાલી ડોલ પણ લઈ જતાં નજરે ચડે છે. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ વિડીયો
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT