ધનેશ પરમાર/બનાસકાંઠા: રાજ્યમાં ઇલેક્શન કમિશનની પ્રેસ વાર્તા બાદ વધુ સ્પષ્ટ થયું છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે ૧૮૨ વિધાનસભા સીટ પર હાલથી જ ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંભવિત ઉમેદવારો પોતાનો ટેમ્પો જમાવવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે.જેમાં બનાસકાંઠામાં દિયોદર વિધાનસભા સીટ માટે ૨૪ જેટલાં સંભવિત ભાજપ ઉમેદવારનું એક લીસ્ટ ચર્ચિત બન્યું છે. જો કે આ લીસ્ટ માં ૨૦૧૨ માં વિજેતા બની મંત્રી બનેલા કેશાજી ચોહાણ કપાયાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૨ માં જીતી મંત્રી બનેલ કેશાજી ચોહાણ ૨૦૧૭ની ચૂંટણીમાં દિયોદરમાંથી રિપિટ થતાં હાર્યા હતા.અને અહીથી કોંગ્રેસના શિવાભાઈ ભુરીયા વિજેતા બન્યા હતા.
ADVERTISEMENT
કેશાજી ચોહાણનું નામ કપાઇ જશે?
ભારતીય જનતા પાર્ટીમાં ૨૦૧૨ માં કૅશાજી ઠાકોર ઠાકોર સમાજના મજબૂત નેતા તરીકે આગળ આવ્યા હતા.કવિ હદયનાં અને અખાના છપ્પા જેમ ટલપડી બોલી બોલતાં કેશાજીને બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચોધરીએ પણ ખુબજ સપોર્ટ કરેલ.જોકે સમય સાથે યુગ બદલાય તેમ બનાસકાંઠામાં સતત બે ટર્મ સુધી જિલ્લા પ્રમુખ અને સતત બે ટર્મ સુધી દિયોદર વિધાનસભામાં ટિકિટ મેળવનાર કેશાજી સામાજિક લેવલે અપ્રિય થતાં ગયાં, અને પાર્ એ પણ સંગઠન લેવલે નવીન ફેરફાર કરી તેમની જવાબદારી ઓછી કરી હતી. જોકે જ્યારે હવે ૨૦૨૨ ની ચૂંટણીઓ નજીક છે ત્યારે દિયોદર વિધાનસભાની બેઠકની તમામ કોમો સાથે તેમના સમાજના લોકોએ પણ તેમને જાણે રાજકીય વનવાસ લેવાની સલાહ આપી હોય તેમ લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે લિસ્ટ
સોશિયલ મીડિયામાં ફરતા થયેલ એક લીસ્ટમાં સંભવિત ભાજપી ઉમેદવારોના ૨૪ નામોમાં કેશાજીની બાદબાકી થઈ છે.જોકે આ લીસ્ટ કેટલું વિશ્વસનીય છે, કોણે? ક્યા ઇરાદે જાહેર કરેલ છે ? તેની ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જો કે સમાજ માટે તેઓ સામાજિક દરેક પ્રસંગોમાં હાજરી આપતા હતા.ઠાકોર સમાજના અનેક પ્રશ્નોમાં સામાજિક એકરસતા ભાવે તેઓ કોંગ્રેસ વાવ વિધાયક ગેનીબેન સાથે પણ સામાજિક વિકાસ સમારોહમાં એક મંચ પર દેખાયા હતા .
૨૪ સંભવિત ઉમેદવારોમાં પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનો પુત્ર આગળ
દિયોદર વિધાનસભાના ભાજપ સંભવિત ઉમેદવારોના સોશિયલ મીડિયામાં ફરતા થયેલ ૨૪ લોકોની નામાવલીમાં પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાના પુત્ર દિલીપ વાઘેલાનું નામ આગળ છે. હાલ તે જિલ્લા ભાજપ સંગઠન ટીમમાં મહામંત્રી છે.જો કે દિયોદરમાં કોંગ્રેસ સંભવિત ઉમેદવાર તરીકે રાજવી પરિવારના ગિરિરાજસિંહનું પણ નામ પ્રથમ ક્રમાંકમાં ચાલી રહ્યું છે.
ADVERTISEMENT