ઉના :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂ અને બ્લેકમની મુદ્દે પોલીસ ખુબ જ સતર્ક છે. રાજ્યમાં ચૂંટણી દરમિયાન કોઇ જ ઘટના ન ઘટે તેમજ દારૂની હેરફેર ન થાય તે પોલીસતંત્ર ખુબ જ સતર્ક છે.તમામ ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. આ છતા પણ છાશવારે રાજ્યમાં દારૂ ઘુસાડવાના કિમિયાઓ અપનાવીને બુટલેગરો દારૂની હેરાફેરી કરે છે. તેવામાં ગીરસોમનાથમાં ચૂંટણી સમયે જ MLA લખેલી ગાડીમાંથી દારૂ મળી આવતા ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT
દીવ અને ગુજરાતને જોડતી ચેકપોસ્ટ પરથી ઝડપાયો દારૂ
કેન્દ્રશાસિત દીવમાં દારૂબંધી છે. ગુજરાતના રસિયાઓ અહીં આવતા જતા રહે છે. જેના કારણે આ ચેકપોસ્ટ અતિમહત્વની છે. આ ઉપરાંત ચૂંટણી આવતા પોલીસ વધારે સતર્ક છે. તેવામાં MLA લખેલી એક ગાડીને પોલીસ એટકાવીને ચેકિંગ કરતા ચોંકી ઉઠી હતી. કારણ કે ગાડીના પાછળના ભાગે મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો. જો કે MLA લખેલી આ નવી નક્કોર ગાડીની નંબર પ્લેટ પણ નહોતી.
ગાડી પાલિતાણાના પંચાયતઉપપ્રમુખની અને પોતે પણ હાજર હોવાની સુત્રોએ માહિતી
હાલ તો પોલીસે ગાડીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે સુત્રો અનુસાર આ ગાડી પાલીતાણાના તાલુકા પંચાયત ઉપપ્રમુખની ગાડી છે. આ ગાડી સાથે તે પોતે પણ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેઓ ચૂંટણીને ધ્યાને રાખીને દારૂ લેવા માટે જ ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ચેતન ડાભી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હોવાની સાથે સાથે ધારાસભ્ય ભીખા બારૈયાના પણ ખુબ જ નજીકના હોવાનું માનવામાં આવે છે. જો કે ભાજપના નેતા દારૂના જથ્થા સાથે ઝડપાતા હાલ તો ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT