Liquor Permit in Gujarat: રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકાર ગુજરાતના વધુ મહત્ત્વના પ્રવાસન સ્થળો કે જ્યાં વિદેશીઓ સહિત અન્ય રાજ્યોના લોકો આવે છે ત્યાં દારૂ પીવાની મંજૂરી આપી શકે છે તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. આ વચ્ચે હવે આગામી દિવસોમાં ગુજરાત સરકાર અન્ય એક સ્થળે નિયમો હળવા કરીને દારૂની છૂટછાટ આપી શકે છે.
ADVERTISEMENT
ડાયમંડ બુર્સમાં મળી શકે છે મંજૂરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાટનગર ગાંધીનગર બાદ હવે હીરાનગરી સુરત (Gift City) અને ડાયમંડ બુર્સ (Diamond Burse)માં રાજ્ય સરકાર દારૂ પીવાની છૂટ આપી શકે છે. ડ્રીમ સિટી સુરતની અંદર બીજા ઘણા ટેક્સટાઈલ પાર્ક સાથેના ઘણા પ્રોજેક્ટ કાર્યરત થશે. ડ્રીમ સિટી અંતર્ગત હાલ સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયો છે અને ધીરે ધીરે હવે ઓફિસ પણ શરૂ થઈ રહી છે.
ડાયમંડ બુર્સમાં ઉદ્યોગપતિની રહેશે અવરજવર
ડાયમંડ બુર્સમાં સૌથી વધુ વિદેશી બાયર્સની અવર જવર રહેશે. તેમજ અન્ય રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ આવશે. ત્યારે કેટલીક વ્યવસ્થાઓની જરૂરિયાત ઊભી થતી હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ આપવા પદાધિકારીઓએ સરકારને રજૂઆત કરી છે. ડાયમંડ બુર્સમાં દેશ-વિદેશથી વેપારીઓ આવે અને હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્ય સાથે આ રજૂઆત કરાઈ છે.
હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી
આથી ચર્ચા છે કે રાજ્ય સરકાર કેટલાક નિયમો અને માર્ગદર્શિકાનાં આધારે મંજૂરી (liquor Permission) આપી શકે છે. જોકે, સુરતના ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હાલ માત્ર આ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.
ADVERTISEMENT