કૌશિક કાંઠેચા, કચ્છ: ભુજ એ-ડિવિઝન પોલીસના કાર્યક્ષેત્રમાં ક્રાઈમ બ્રાન્ચે TCI ફ્રેઇટ કુરિયર સર્વિસમાં મંગાવેલા દારૂ સાથે રૂ.1.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે એક શખસ પકડાયો જ્યારે બીજાને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં LCBએ દરોડો પાડીને 336 બોટલ દારૂ સહિત રૂ. 1.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંતર્ગત એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે બીજાને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂ મંગાવવાની અનોખી તરકીબ
એલસીબી પી.આઇ. સંદીપસિંહ એન.ચુડાસમા અને પીએસઆઇ ટી.બી.રબારીના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી કે, ભુજનો પ્રિન્સરાજ ઉર્ફે કાનો ઝાલા ન્યૂ સ્ટેશન રોડ પર આવેલી TCI ફ્રેઇટ નામની કુરિયર સર્વિસની ઓફિસમાં પોતાના નામે વિદેશી દારૂનું પાર્સલ મંગાવ્યું છે. તેથી પોલીસે ત્યાં જઇને તપાસ કરતાં પ્રિન્સરાજ પ્લાસ્ટિકના કોથળા સાથે મળી આવ્યો હતો. તેથી ટીમે કોથળાની તપાસ કરતાં તેમાંથી રૂ.1,17,600 ની કિંમતની 336 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.

એક આરોપી ફરાર
આ ઉપરાંત ટીમે દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી એક્ટિવા, મોબાઇલ મળીને કુલ રૂ.1,37,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી પ્રિન્સરાજસિંહ ઉર્ફે કાનો વિજયસિંહ ઝાલાને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે અનિલ બુદ્ધરાજ શર્માને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવતાં તપાસ હાથ ધરાઇ હતી.