Lion in Gujarat Rain: વરસાદથી બચવા સિંહોને મળી ગઈ ઝૂંપડી, Video

Lion in Gujarat Rain: જૂનાગઢમાં ભારે વરસાદની કારણે ગીર સાસણના જંગલમાં સુંદર મજાની હરિયાળી છવાઈ ગઈ છે પણ સાથે સાથે સતત વરસતા વરસાદને કારણે જંગલનો…

gujarattak
follow google news

Lion in Gujarat Rain: જૂનાગઢમાં ભારે વરસાદની કારણે ગીર સાસણના જંગલમાં સુંદર મજાની હરિયાળી છવાઈ ગઈ છે પણ સાથે સાથે સતત વરસતા વરસાદને કારણે જંગલનો રાજા (Lion) ખુદને બચાવવા એક ઝોંપડીમાં આવીને બેઠો છે સાથે સિંહણને પણ તેની સાથે અહીં જોવા મળી હતી. જોકે સ્વાભાવીક રીતે આ માણસે બનાવેલી ઝૂંપડી છે અને હવે જેની ઝૂંપડી છે તેની હિંમત નહીં થાય કે અહીં પોતે વરસાદથી બચવા શરણ લે, હાં જ્યાં સુધી સિંહો અહીં છે ત્યાં સુધી તો નહીં જ.

સિંહ પ્રેમીઓ વીડિયો જોઈ ખુશાલ

જૂનાગઢમાં બે દિવસથી સતત વરસતા વરસાદે જંગલના રાજાને પણ આશરો લેવા મજબૂર બનાવી દીધા છે કે પછી ઝૂપંડી ખાલી છે એ જોઈ સરસ જગ્યા છે આરામ માટે પછી કોણ વરસતા વરસાદમાં ભીંજાય. એટલે જ જુઓ કેવા સિંહ સિંહણ બંને બેઠા છે. આ ઝૂંપડીમાં અને મસ્ત આરામ ફરમાવી રહ્યા છે.

Khalistani Nijjar News: ‘આતંકીને કહ્યો કેનેડિયન નાગરિક’ નિજ્જર જ નહીં, આવા 5 કેસ જ્યારે ખાલિસ્તાનીઓના હમદર્દ બન્યા PM ટ્રૂડો

આ વીડિયો જૂનાગઢ ગીર સાસણના જંગલનો હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે આ ઝૂંપડી કોઈ માલધારીની હશે જે પોતાના પશુઓ ચરાવતા અહીં બેસતો હશે પણ હાલ વરસાદમાં ખાલી નજરે ચડતા જંગલના રાજા અહીં બિરાજમાન થયા છે. આવા દ્રશ્યો ક્યારેક જોવા મળે છે. સિંહ પ્રેમીઓ આ વીડિયો જોઈ ખુશ થઈ રહ્યા છે કારણકે સિંહોની આ જિંદગી જ બતાવે છે કે એ જંગલનો રાજા છે અને એને કોઈનો ડર નથી. એ તમારા ઘરમાં પણ આવીને બેસી શકે છે.

    follow whatsapp