ગીર સોમનાથઃ કોડીનાર તાલુકાના આલીદર-હરમડીયા રોડ પર સિંહણે ગાય ઉપર હુમલો કર્યોનો વીડિયો વાયરલ થયો છે. ખેડૂતે પોતાની ગાયને બચાવવાં હાકલા પડકારા કર્યાં હતા. જોકે સિંહણે પોતાના શિકારને મુક્યો ન્હોતો.
ADVERTISEMENT
ગુજરાતમાં ભારે વરસાદને લઈને 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 9ને ઓરેન્જ એલર્ટઃ જાણો હવામાન વિભાગની આગાહી
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર-હરમડીયા ગામ રોડ પર દિનદહાડે બપોરના સમયે સિંહણે ગાય પર હુમલો કર્યાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ગામના મુખ્ય રસ્તા પર એક ખેડૂત પોતાની ગાય લઈ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક સીમ વાડીમાંથી સિંહણ આવી ગાય પર હુમલો કરી દીધો હતો અને ગાયના ગળાના ભાગે સિંહણે પોતાના જડબાથી જકડી રાખ્યા હતા.
ત્યારે ગાયને બચાવવાના પ્રયાસ કરવા છતાં સિંહણે ન મુકતા ખેડૂતે પણ પોતાની ગાયને સિંહણના મુખમાંથી બચાવવા માટે હાકલા પડકારા કર્યાં હતા. જ્યારે સામેના ભાગે ઊભી રહેલી એક કાર ચાલકે સમગ્ર વીડિયો મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો. જોકે એક તરફ ખેડૂત પોતાના પશુને બચાવવા હાકલા પડકારા કરે છે. તો બીજી તરફ સિંહણ ગાય પર હુમલો કરે છે ત્યારે કારમાં બેઠેલાં વ્યક્તિ બોલે છે કે “એલા રેવા દે રેવા દે” તેવું સ્પષ્ટ પણે સંભળાય છે. તો ખેડૂત પણ પોતાના પશુને બચાવવા પ્રયત્ન કરતો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT