ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢમાં અવારનવાર સિંહોની પજવણી થતી સામે આવતી હોય છે. ગુજરાતમાં અહીં એક માત્ર એશિયાટિક લાયન માનવ વસ્તી સાથે હળી મળી ચુક્યા હોય તેવું વાતાવરણ છે ત્યારે અહીં હિંસક પ્રાણી સિંહ સાથે લોકો ઘણી વખત પોતાના વટ પાડવામાં ન કરવાનું કરતા હોય છે. સ્વાભાવીક છે કે અત્યાર સુધી માણસ પર જંગલના રાજાના હુમલાની વાત મળતી નથી પરંતુ માણસ પ્રત્યે તેમનામાં રહેલી છાપ લાંબા ગાળે શું પરિણામ આપશે તે કાંઈ હાલ કહેવું મુશ્કેલ છે. જુનાગઢથી હાલમાં એક અહેવાલ સામે આવી રહ્યા છે કે કેટલાક યુવાનો દ્વારા કારના બોનેટ પર બેસીને સામેથી રસ્તા પર સિંહો જતા હોય તેમની પાછળ કાર જવા દેવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર મુક્યા પછી તેમની તકલીફો વધી ગઈ છે. આ વીડિયો પછી વન વિભાગે તપાસના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
આ પણ જાણવા જેવું…
ચૈતર વસાવાની મહેનત ફળીઃ રાતોરાત 5 બસ ફાળવવાનો નિર્ણય
ફેન્સીંગ ક્રોસ કરી ગુજરાતમાં આવતો હતો આ પાકિસ્તાની’ને સામે જ BSF
હાલોલઃ તાલુકા પંચાયતની કચેરીમાંથી કોઈ મહત્વના દસ્તાવેજો ચોરી ગયું
સિંહોને પરેશાન કરતા 8થી 10 લોકોનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંહોના પાછળ ગાડી દોડાવવા, કારના બોનેટ પર બેસીને વટ મારવા જતા યુવાનો, સાથે જ સિંહો હોય ત્યાં રસ્તા પર ઊભા રહી જવાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયો સામે આવતા જ વન વિભાગે તપાસના આદેશ કર્યા છે અને આ વીડિયો ક્યાંના છે અને કોણ છે આ યુવાનો તેની તપાસ આરંભી છે. કોરોડો ખર્ચ કરવા છતા સિંહો પર જોખમો સતત મંડરાઈ રહેલા જોવા મળતા હોય છે ઘણી વખત તેમની પજવણી કરવાના વીડિયો સામે આવ્યા પછી વન વિભાગે કાર્યવાહીઓ પણ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT