અમદાવાદ : રાહુલ ગાંધીનો માનહાનીનો કેસ હાલ સમગ્ર ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં છે. તેવામાં વધારે એક માનહાનીનો કેસ ગુજરાતમાં દાખલ થયો છે. જેમાં આરજેડીના યુવરાજ તેજસ્વી યાદવ પર તમામ ગુજરાતીઓએ ઠગ અને ધુતારા હોવાનું કહી રહ્યા છે. આ અંગે ગુજરાતમાં માનહાનીનો કેસ દાખલ થયો છે. આ અંગે ફરિયાદી હરેશ મહેતાએ જણાવ્યું કે, કોઇ નેતાને જરા પણ હક નથી કે તે ગુજરાતીઓને ઠગ અને ધુતારા કહી શકે. તેમને કોઇ એક વ્યક્તિ સામે સમસ્યા હોઇ શકે પરંતુ તેના કારણે આખા રાજ્ય અને તેના લોકોને ઠગ કે ધુતારા કહેવા કોઇ પણ રીતે યોગ્ય નથી.
ADVERTISEMENT
આ અંગે અમદાવાદની મેટ્રો કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે અંગે 1 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસ દાખલ કરનાર હરેશ મહેતાએ પોતાને ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટીવ કાઉન્સિલ ગુજરાતના ઉપપ્રમુખ ગણાવી રહ્યા છે. તેમણે આ ફરિયાદમાં તેજસ્વીની શબ્દશ જે કહ્યું તેનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જેના અનુસાર તેનું ગુજરાતી અનુવાદ થાય છે કે, જે બે ઠગ છે અને ઠગાઇ કરવાની અનુમતી છે આજના દેશની સ્થિતિને જોઇએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઇ શકે છે. તેમની ઠગાઇને માફ કરવામાં આવશે. એલઆઇસીના પૈસા, બેંકના પેસા આપી દો પછી તે લોકો લઇને ભાગી જશે. તો કોણ જવાબદાર રહેશે. (હિન્દીમાં તેઓ બોલે છે)
આ તેઓ જે બોલી રહ્યા તેમાં આજતક ડિજીટલની એક લિંક પણ એટેચ કરી છે. આ અંતર્ગત આઇપીસી 499,500 હેઠળ તેજસ્વી યાદવ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરાવ્યો છે. જેની સુનાવણી 1 મે, 2023 ના રોજ મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ફરિયાદની સુનાવણી જો ચાલી જશે તો તેજસ્વી યાદવની પણ મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. રાહુલ ગાંધી વિરુદ્ધ જે કલમો હેઠળ કેસ દાખલ થયો હતો તે જ કલમો હેઠળ તેજસવી યાદવ વિરુદ્ધ પણ ફરિયાદ થઇ છે. તેવામાં જો આ ગુનો પણ સાબિત થાય છે તો તેજસ્વી યાદવે પણ પોતાનું પદ ગુમાવવું પડે તો નવાઇ નહી.
ADVERTISEMENT