ગાંધીજીની જેમ મારી પણ પહેલી પાઠશાળા રાજકોટની છે, રાજકોટનું ઋણ ક્યારે પુરૂ નહી થાય

રાજકોટ : દેશમાં 6 જગ્યાએ મકાન બનાવવાનું એક નવતર અભિયાન કર્યું તેમાં રાજકોટને પસંદ કરવામાં આવ્યું. 1144 મકાન નવી ટેક્નોલોજી અને પદ્ધતી અને ગતિ દ્વારા…

gujarattak
follow google news

રાજકોટ : દેશમાં 6 જગ્યાએ મકાન બનાવવાનું એક નવતર અભિયાન કર્યું તેમાં રાજકોટને પસંદ કરવામાં આવ્યું. 1144 મકાન નવી ટેક્નોલોજી અને પદ્ધતી અને ગતિ દ્વારા અને કોરોનાના સંકટ કાળમાં પણ આ ઉત્તમ કામ કરવા માટે ટેક્નોલોજી તો હોય પણ તેની સાથે ગુડ ગવર્નસ હોય કમિટમેન્ટ હોય જેને જરૂરિયાત છે તેની ચિંતા હોય ત્યારે જ આટલું સરસ કામ હોય ત્યારે જ આવુ સરસ કામ થતું હોય છે. તેના માટે કેન્દ્રના હરદીપસિંહ પુરી અને ગુજરાતના મુખ્યમંત્રીને લાખ લાખ અભિનંદન.

આજે હું ખાસ કરીને આ નવી ટેક્નીકથી બનેલા સુંદર મકાનો માટે આ ઘરની માલિક બનેલી માતા બહેનો માટે વિશેષ અભિનંદ કરુ છું. દિવાળીમાં તેમને નવું ઘર મળ્યું છે ત્યારે નવા ઘરમાં વાસ કરે તેવી રાજકોટનાં નાગરિકો સાથે અભિનંદ પાઠવી રહ્યો છું. અહીં હું ચાવી આપતો હતો ત્યારે તે લોકોનો ચહેરો જ કહી આપતો હતો કે તેમને કેટલો સંતોષ છે.

પહેલા સરકારી મકાન એટલે કોઇ ગણે જ નહી પરંતુ હવે તો સરકાર જ એવી છે કે, ડગલેને પગલે લોકો ગણે છે. ગત્ત 21 વર્ષમાં આપણે સાથે મળીને અનેક સપના જોયા અને પગલા લીધા. અનેક વિવિધ સિદ્ધિઓના શિખર સર કર્યા. મારા માટે તો રાજકોટ મારી પહેલી પાઠશાળા હતી. જેમ મહાત્મા ગાંધીનું સૌભાગ્ય હતું પોરબંદરમાં જનમ્યા ને રાજકોટમાં પાઠશાળા મળી. તેમ મારે પણ ઉત્તરગુજરાતમાં જન્મ્યો અને રાજકોટમાં સત્તાકારણ અને રાજકોટની પાઠશાળા મળી.

    follow whatsapp