શું બીજી દુર્ઘટનાની જોવાઈ રહી છે રાહ?: વડોદરા દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું, છતાં દ્વારકામાં મુસાફરોના જીવ જોખમમાં!

Vadodara Harni Lake Tragedy: વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકાના કરૂણ મૃત્યુ નિપજ્યાં બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ યાત્રાધામો અને ફરવાના…

gujarattak
follow google news
Vadodara Harni Lake Tragedy: વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકાના કરૂણ મૃત્યુ નિપજ્યાં બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ યાત્રાધામો અને ફરવાના સ્થળો પર યોગ્ય તપાસ કરીને નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. વડોદરાની દુઃખદ ઘટના બાદ આજે યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટમાં લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

ફેરી બોટમાં લાઈફ જેકેટની હલાત ખૂબ જ ખરાબ

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકો શિશ ઝુકાવે છે, જેઓ ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં અચૂક પણે દર્શન કરવા જતા હોય છે. બેટ દ્વારકા જવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે. ઓખાથી બેટ દ્વારકા સમુદ્રમાં 160 જેટલી પેસેન્જર બોટો ચાલે છે. ત્યારે વડોદરા દુર્ઘટના બાદ હવે દ્વારકા ફેરી બોટમાં યાત્રાળુઓ માટે લાઈફ જેકેટ ફરજિયાત કરાયા છે. જોકે, યાત્રાળુઓનું કહેવું છે કે ફેરી બોટમાં આપવામાં આવતા જેકેટની હલાત ખૂબ જ ખરાબ છે.

આવા જેકેટ પહેરવા કરતા ન પહેરવા સારાઃ યાત્રાળુઓ

યાત્રાળુઓનું કહેવું છે કે, આવા જેકેટ પહેરવા એના કરતા ન પહેરવા સારા, કારણ કે ફેરી બોટમાં આપવામાં આવતા જેકેટની હાલત ખૂબ જ ખરાબ છે. ધારા કે કોઈ અકસ્માત સર્જાય તો લાઈફ જેકેટ પહેલા ડૂબી જાય અને માણસ પછી ડૂબે. આ લાઈફ જેકેટના કાપડ પણ ફાટી ગયેલા છે.

વડોદરામાં શું બની હતી ઘટના?

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં NDRFની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

જોત-જોતામાં ડૂબી બોટ

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.
(વિથ ઈનપુટ રજનીકાંત જોશી, દ્વારકા)
    follow whatsapp