નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પ્રાણી પશુઓ દ્વારા ઢોર માલ પર હુમલા કરાયાની ઘટના છાસવારે બનતી જોવા મળે છે. ત્યારે મહુવાના બગદાણા નજીક આવેલા માતલપર ગામે આવેલા સીમવાડી વિસ્તારમાં પશુ અને એક પાડીનું મારણ દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું. એ દિવસે દિવસે આ દીપડાની રંજાડ વધતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારના રહીશો દ્વારા વન વિભાગને આ દીપડાને પાંજરે પુરવા રજૂઆત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
દેશ અને દુનિયામાં આર્ચરી ક્ષેત્રે ગજવનાર ખેલાડી કેવડિયા આવ્યા: પેરીસ ઓલોમ્પિકની તૈયારીઓ
આ રજૂઆતના પગલે જેસર રેન્જ ફોરેસ્ટ વિભાગએ દીપડાને પકડવા માટે ટ્રેક ગોઠવી પાંજરું મૂક્યું હતું. દરમિયાનમાં માલ ઢોરની પર હુમલો કરતો અને ઢોરનું મારણ કરતો દીપડો અંતે પાંજરે પુરાયો હતો. પાંજરે પૂરાતાની સાથે જ વનવિભાગ સ્થળ પર દોડી ગયું હતું અને દીપડાને તબીબી સારવાર આપીને સલામત સ્થળે ખસેડ્યો હતો. પાંજરે પુરાયેલા દીપડાને નિહાળવા માટે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
ADVERTISEMENT