હેતાલી શાહ.આણંદઃ ભૂંડ પકડવાની જાળમાં દીપડો ફસાઈ જવાની ઘટનાને લઈને ખેડા જિલ્લાના વારસંગ ગામમા ચકચાર મચી છે. ગામમા ભૂંડની ત્રાસ હતો જેને પકડવા માટે ભૂંડ પકડવાની ટીમ બોલાવાઈ હતી. જોકે ભૂંડની જગ્યાએ દીપડો ફસાતા ધોળકા વન વિભાગ દ્વારા દીપડાનો કબ્જો મેળવી ધોળકા લઈ જવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રાજકોટઃ ગુંડાતત્વોનો આતંક, પેટ્રોલ ભરાવ્યા પછી કર્યો છરીથી હુમલો- CCTV
ગામના લોકોએ ભૂંડ પકડવા ટીમ બોલાવી હતી
ખેડા જિલ્લાના ખેડા તાલુકાના છેવાડાનું ગામ એવું વારસંગ ગામમાં છેલ્લા કેટલાય સમયથી ભૂંડની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. ખાસ કરીને ખેતરોમાં ભૂંડની સમસ્યા વધુ હોવાથી ખેડૂતો પણ પરેશાન થઈ ગયા હતા. જેને લઈને કંટાળેલા ગ્રામજનોએ ભૂંડને પકડવા માટે પ્લાન બનાવ્યો. જેમાં ગ્રામજનો ધ્વારા ભૂંડ પકડવાની ટીમને બોલાવામાં આવી હતી અને ટીમ દ્વારા ભૂંડને પકડવા માટે ખેતરમાં જાળ નાખવામાં આવી હતી. જોકે જાળમા ભૂંડની જગ્યાએ દીપડો પકડાયો હતો. જેને લઈને ગ્રામજનો પણ મુંઝાયા છે કે, આ દીપડો ક્યાંથી ખેતરમા આવ્યો હશે? જોકે દીપડો જાળમાં ફસાતા ગ્રામજનો ધોળકા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ વારસંગ ગામમાં પહોંચી દીપડાનો કબ્જો મેળવી ધોળકા લઈ જવામાં આવ્યો હતો. આ તરફ વન વિભાગ દ્વારા ગામમાં દીપડો પકડાવાની ઘટનાને લઈને ગામની સીમમાં ચારે બાજુ પાંજરા મૂકવામાં આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT