અમરેલીઃ અમરેલીમાં માણસ પર હુમલા કરતા દીપડાઓનો આતંક છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. આજે રાજુલા રેન્જમાં એક 2 વર્ષના બાળકને દિપડો ઉપાડી ગયો હતો. જોકે બાદમાં બાળક મળી આવ્યું હતું પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હોઈ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બાળકના પરિવારે અહીં ભારોભાર આક્રંદ કર્યો હતો. રાજુલા વન વિભાગની કામગીરી પર આ કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. કારણ કે ચાર દિવસ પહેલા જ સિંહ અને દીપડાના હુમલામાં બે બાળકોનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
કર્ણાટક CMનો થશે ફેંસલો, ધારાસભ્ય દળની બેઠકઃ સુશીલ કુમાર શિંદે બનશે ઓબ્ઝર્વર
બાળકના મોત પછી વન વિભાગે પાંજરા મુક્યા
અમરેલીની રાજુલા રેન્જમાં ઘણી વખત હિંસક પ્રાણીઓ આવી ચઢતા હોય છે. ઘણી વખત શાંતિ ભર્યા દ્રષ્યો પણ સામે આવતા હોય છે તો ઘણી વખત માણસ દ્વારા થતી પજવણી પણ સામે આવતી હોય છે. જોકે હિંસક પ્રાણીઓ દ્વારા અવારનવાર માણસ પર હુમલા કરવામાં આવતા હોવાની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. રાજુલા રેન્જમાં કાતર ગામે હાલમાં જ દીપડાએ બે વર્ષના બાળકને મોંઢામાં દબાવી ખેંચી લીધું હતું. બાળક આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. બાળકને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે રાજુલા ખાતે હોસ્પિટલમાં લઈ જવાયું હતું. જોકે ત્યાંથી તેને વધુ સારવાર માટે મહુવા ખાતે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે ત્યાં રસ્તામાં જ બાળકે શ્વાસ છોડી દીધા હતા. રાજુલા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે હવે 5 પાંજરા મુકવામાં આવ્યા છે. જોકે અહીં લોકો માટે ચિંતાની વાત એ છે કે ચાર દિવસ પહેલા પણ સિંહ અને દીપડાના હુમલાથી બે બાળકોના મોત થયા હતા. ફરી પાછા દીપડાના હુમલાથી એક બાળકનું મોત નિપજ્યું છે ત્યારે લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT