વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ PGVCL ના અધિકારીઓને ખખડાવ્યા, આપ્યું અલ્ટીમેટમ

અમરેલી: ગુજરાત પર બિપોરજોયનું સંકટ પૂર્ણ થવા પર છે. ત્યારે બીજી તરફ તંત્ર રસ્તા ખુલ્લા કરવાથી લઈને લાઇટ ફરી શરૂ કરવાની કામગીરી કરતું થયું છે.…

gujarattak
follow google news

અમરેલી: ગુજરાત પર બિપોરજોયનું સંકટ પૂર્ણ થવા પર છે. ત્યારે બીજી તરફ તંત્ર રસ્તા ખુલ્લા કરવાથી લઈને લાઇટ ફરી શરૂ કરવાની કામગીરી કરતું થયું છે. આ દરમિયાન અમરેલી બેઠકના ધારાસભ્ય PGVCL કચેરીએ પહોંચી અને નાયબ કાર્યપાલક ઇજનેરનો ઉધડો લીધો હતો. વિધાનસભાના ધારાસભ્ય કૈશિક વેકરીયાનું પહેલીવાર આવું સ્વરૂપ જોવા મળ્યું છે.

વડીયા પંથકના સુરગવાળા વિસ્તારમાં લો વોલ્ટેજ પ્રશ્ને કૌશિક વેકરીયા સુધી ફરિયાદ પહોંચી હતી. ત્યારે વડીયા PGVCL સાથે જેતપુરના 12 ગામડાઓ જોડાયેલા છે. આ દરમિયાન લોકોના પ્રશ્ને અમરેલી બેઠકના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા PGVCL અધિકારી પર લાલઘૂમ થયા હતા. કૌશિક વેકરીયાએ PGVCL ની જિલ્લા વડી કચેરીએ કાર્યપાલક ઇજનેરને કડક ભાષામાં સૂચના આપી. આ સાથે જ સાંજ સુધીમાં લો વોલ્ટેજના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.

લો વૉલ્ટેજના પ્રશ્નનું નિરાકરણ કરવામાં વામણી પુરવાર થઈ PGVCL 
એક તરફ વાવાઝોડાની સ્થિતિ છે. ત્યારે બીજી તરફ લોકો વાડિયામાં લોકો સતત લો વૉલ્ટેજનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન વડીયા PGVCL કચેરી લો વોલ્ટેજ પ્રશ્નોના નિરાકરણ કરવામાં વામણી પુરવાર થઈ હતી. લોકોના પ્રશ્ને કૌશિક વેકરીયા PGVCL  કચેરી એ પહોંચી અને અધિકારીઓને બરાબરના ખખડાવ્યા હતા. ત્યારે બીજી તરફ થોડા દિવસો પહેલા જેતપુર બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પણ અધિકારીઓને ખખડાવ્યા હતા.

(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )

    follow whatsapp