સાજીદ બેલિમ.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે રેઢી પડી પઢી જેવી હાલત છે રોજ જુથ અથડામણ, મારામારી, મર્ડર, બીન વારસી લાશો મળવી જેવી ઘટનાઓ સામાન્ય બની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કલંગીમાં એક પીછું ઓર ઉમેરાયું છે અને નશાનો કાળો કારોબાર MD ડ્રગ્સ ઝડપાતા જિલ્લા ભરમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે શહેરની ગોકુલ હોટલ પાછળ એક શીવ સંગાથ હિલ્સ નામના ફ્લેટમાં ભાડે રહેતા ત્રણ આરોપીઓને 176 ગ્રામ ડ્રગ્સ કિંમત 17.60 લાખના સાથે ઝડપી લીધા હતા. હવે કુખ્યાત ગેંગ લોરેન્સ ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી આકરી પુછપરછ હાથ ધરી છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના ઈતિહાસમાં પહેલીવાર પકડાયું ડ્રગ્સ
સુરેન્દ્રનગર જિલ્લામાં ઇતિહાસમાં પ્રથમ વખત ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર SOG પોલીસના સંયુક્ત ઓપરેશનના પગલે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલા શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ 3 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર અટકાયત કરેલા 3 વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેમની પાસે એમ.ડી ડ્રગ્સ હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારે પોલીસે 176 ગ્રામ જેટલું ડ્રગ્સ આ 3 ઝડપાયેલા ઈસમો પાસેથી જપ્ત કર્યું છે. ત્યારે આ મુદ્દે તપાસ કરવામાં આવતા આ ઝડપાયેલા ઈસમો લોરેન્સ ગેંગના સાગરિત હોવાનું ખુલ્યું છે. ત્યારે આ લોરેન્સ ગેંગના સાગરિતોને ઝડપી પાડવા માટે રાજસ્થાન સરકારે પ્રત્યેક સાગરિતને ઝડપી લેવા 25 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ મુદ્દે જિલ્લા પોલીસને સફળતા મોટી સફળતા મળી છે. હાલ ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના 3 શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર ચલાવતા હોવાની પોલીસે પણ શંકા વ્યક્ત કરી છે. હાલ 17.81 લાખનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. હાલ રિમાન્ડ માગવાની તજવીજ જિલ્લા પોલીસે હાથ ધરી છે.
વલસાડઃ મળેલી લાશનો ભેદ ખુલ્યો, પ્રેમીને પામવા પ્રેમિકાએ પતિનું કાસળ કાઢી નાખ્યું
ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બીશ્નોઈ ગેગના સાગરિતો –
(1) અક્ષય ડેલુ ( રહેવાસી પંજાબ )
(2) વિષ્ણૂરામ કોકડ ( રહેવાસી પંજાબ )
(3) વિક્રમસિહ જાડેજા ( ભુજ )
આમ ત્રણ આરોપીઓને, MD ડ્રગ્સ સાથે ઝડપી લઈ અને આરોપીઓએ ક્યાં ક્યાં ડ્રગ્સ વેચાણ કર્યું છે અને કોના ઇશારે આ આશરો મેળવી ડ્રગ્સનો વેપાર કરતા હતા તેની તપાસ હાથ ધરી છે. આરોપીઓ જ્યાં રહેતા હતા તેની આજુબાજુમાં અનેક કોલેજ હાઇસ્કૂલ જેવી શિક્ષણ આપતી સંસ્થાઓ આવેલી છે. જેથી આરોપીઓએ કોઈ યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવવાની કોશીષ કરી હોઇ તેવી પોલીસને શંકા છે પરંતુ હાલ આરોપીઓના રિમાન્ડ મેળવી અને કયા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT