Ahmedabad Robbery : અમદાવાદ શહેર જાણે ક્રાઇમ બોમ્બ પર બેઠુ હોય તેમ ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ પણ ધીરે ધીરે જાણે રાજ્યનું ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. ચોરી, લૂંટ, મારામારી, હત્યાની છાશવારેઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં ફરી એકવાર દિલધડક લૂંટની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે રૂપિયા 50 લાખની લૂંટ થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ADVERTISEMENT
આંગડીયા પેઢીમાંથી માણસ પૈસા લઇને નિકળ્યો
આંગડીયા પેઢીમાંથી બિલ્ડર હિતેષભાઇના રૂપિયા લઇને તેમનો માણસ નિકળ્યો હતો. ત્યારે પહેલાથી જ તાકમાં બેઠેલા લૂંટારૂઓએ તે વ્યક્તિને ટાર્ગેટ કર્યો હતો. આંગડિયા પેઢીમાંથી રૂપિયા 50 લાખ લઇને નિકળ્યા બાદ વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે આ વ્યક્તિને લૂંટી લેવામાં આવ્યો હતો.
અમદાવાદના પોશ ગણાતા વિસ્તારમાં ફરી ધોળા દિવસે લૂંટ
અમદાવાદના પોશ ગણાતા વિસ્તાર વસત્રાપુરમાં ધોળા દિવસે લૂંટ કરીને ફરી એકવાર કાયદાના ધજ્જીયા ઉડાવાયા હતા. ગુનેગારોમાં હવે પોલીસનો જાણે કે ડર જ નથી. આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળનારાઓને આરોપીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી.
ADVERTISEMENT