ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું લોકર્પણ કર્યું. જેમાં દેશભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે અનેક એમ.ઓ.યુ સાઈન કરવામાં આવ્યા હતા
ADVERTISEMENT
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે ભારતના વધતાં આર્થિક, ટેક્નિકલ સામર્થ્યના કારણે સમગ્ર વિશ્વ દ્વારા ભારત પર વિશ્વાસ મૂકી રહ્યું છે. આ સમય ભારત માટે નવી વ્યવસ્થા અને નવા ભારતના આયામો સિદ્ધ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. મને વિશ્વાસ છે કે આ ભવન ન માત્ર તેના આર્કિટેક્ટચર સાથે ભારતને મહાશક્તિ બનાવવાનું સપનું પૂરું કરશે, પરંતુ ગ્રોથ ઓર્પચ્યુનિટી સાથે ગેટ વે ઓફ ઇન્ડિયા પણ બનશે. આજે ઇન્ડિયા ન્યુ બેન્ક પોલિસીમાં વર્લ્ડ બેન્ક સાથે અનેક મહત્ત્વપૂર્ણ પડાવ પાર કરી રહ્યા છે. આર્થિક નિતિઓથી ભારત યુ.એસ.એસ, સિંગાપુર, યુ.કે જેવા દેશોની સમકક્ષ ઉભો છે. સિંગાપુરના સહયોગથી બંન્ને દેશો માટે આ ગિફ્ટ સિટી માત્ર વેપાર માટે સિમિત નથી ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે.
ગિફ્ટ સિટી બન્યું ત્યારે તેની ઓળખ માત્ર ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડીંગ તરીકેની હતી. 2008માં ઇકોનોમી ક્રાઇસીસ હતી. તે સમયે ગુજરાત ફિન્ટેક ક્ષેત્રે અસરકારક પગલાં ભરી રહ્યું હતું. આ ગિફ્ટ સિટી કોમર્સ, ઇકોનોમી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. એક ખાસ વાત એ છે કે આ અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી ત્રણેય શહેરો ટ્રાઇ સિટીનો સમન્વય છે. આ ત્રણેય શહેરો પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરનું બેસ્ટ ઉદાહરણ છે. અને ઇઝ ઓફ બિઝનેસના પ્રયાસનો ભાગ નથી, ગિફ્ટ સિટી ભારતનું જૂનું આર્થિક ગૌરવ ફરી મેળવશે. ભારતના સેંકડો લોકો દુનિયાભરમાં વ્યપાર માટે ઓળખાય છે. પ્રાચીન કાળના સિક્કાઓ આજે પણ અહીંથી મળે છે.
આઝાદી બાદ આપણે આપણી વિરાસત ભૂલવા માંડ્યા, આપણે આપણા વ્યવસાયિક, સાંસ્કૃતિક સંબંધો સિમિત કર્યાં પરંતુ નવું ભારત ગ્લોબલ સપ્લાય ચેન સાથે વિકાસી રહ્યું છે. ગિફ્ટ સિટી સાથે જોડાઇને વિશ્વ સાથે જોડાશે. ભવિષ્યમાં નવી ઇકોનોમી બનવા અત્યારથી જ તૈયાર થવું પડશે. આ માટે આપણે ગ્લોબલ ઇકોનોમી માટે ગ્લોબલ ઇકોનોમી સેન્ટરોની જરુર છે. ગોલ્ડ ભારતીય મહિલાઓની આર્થિક શક્તિનો મોટો સ્ત્રોત છે. આજે ભારત સોના-ચાંદીનું મોટું માર્કેટ છે. પણ આપણે માત્ર માર્કેટ નહીં માર્કેટ મેકર બનવાનું છે. આ સેન્ટર જ્વેલર્સના બિઝનેસનો વિસ્તાર કરવામાં મદદ કરશે. તેઓ ડાયરેક્ટ સ્તરે બુલિયન ખરીદી શકશે. ગોલ્ડ ટ્રેડીંગ ડિમાન્ડ મુજબ ગોલ્ડ ભાવ નિયંત્રણમાં રાખી સોનાનો ભાવ નક્કી કરી શકશે. ગ્લોબલ વેલ્ફેરની દિશામાં સરાહનીય પગલું છે. આજે ભારતમાં રેકોર્ડ બ્રેક ફોરેન ઇનવેસ્ટમેન્ટ આવી રહ્યું છે. જેનો લાભ આખા વિશ્વને થાય છે. દરેક દેશ અહીં આવીને સારું રિટર્ન મેળવે છે, આપણી પ્રોડક્ટ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી રહી છે. ભારત દુનિયાને ક્વોલિટી પ્રોડ્કટ અને સર્વિસ આપે છે. મને આશા છે કે ગિફ્ટ સીટીમાં ઘણાં ઇન્સ્ટિટ્યુટ લોકલ કનેક્ટ અને ગ્લોબલ ફૂટ પ્રિન્ટનો સારો ઉપયોગ કરશે. 21મી સદીમાં સાયન્સ, ટેક્નોલોજી અને સોફ્ટવેર ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. ગતિ શક્તિ માસ્ટર પ્લાન સરકાર બનાવી રહ્યી છે. આપણને એવી સંસ્થાઓની જરુર છે, જે યુવાનોને બિઝનેસની સાચી સમજણ આપે. ઝડપી ગ્રોથ માટે મ્યુચલ ફંડ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ માટે યુવાઓનો ભરોસો જીતવો જોઇએ તેમને યોગ્ય શિક્ષણની પણ જરુર છે. આ વર્ષે બજેટમાં ગિફ્ટ સિટી દ્વારા ફોરેન યુનિવર્સિટીને કનેક્ટ કરાઇ છે મને આશા છે કે આ સેન્ટર આઝાદીના અમૃતકાળના તમામ ઉદયેશ પૂર્ણ કરવામાં સફળ થશે.
આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીનું આઇએફએસસી વિશ્વના અગ્રણી ફાઇનાન્સ સેન્ટર્સમાં સૌથી ઝડપથી વિકસતું સેન્ટર ગણાવાઈ રહ્યું છે. આ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારત જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs) માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ તથા નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. IFSCAના મુખ્યાલયની ઇમારતની આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાંકીય કેન્દ્ર તરીકે GIFT-IFSC ની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.
ADVERTISEMENT