બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં મંગળવાર સાંજ સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યા છે અને હજુપણ મૃત્યુઆંકમાં વધારો થઈ શકે એવી માહિતી મળી રહી છે. જેમાં બોટાદના 25 અને ધંધુકાના 11 વ્યક્તિના મોત થયા છે. સોમવારની એ સાંજ કે જ્યારે અમદાવાદ અને ભાવનગરમાં એક પછી એક લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સાંજે 7.30 વાગ્યાની આસપાસ અમદાવાદથી 4 લોકોનાં મોત તથા અણિયારી, આકરુ અને રોજીદ ગામના 2-2 લોકોનાં મોત થયા હતા. તો ચલો આપણે 24 કલાકમાં ઝેરી દારૂએ સર્જેલી વિકટ પરિસ્થિતિની ટાઈમ લાઈન પર નજર ફેરવીએ….
ADVERTISEMENT
25 જુલાઈ, સોમવાર…દેશી દારૂએ પરિવાર વિખેર્યા
3:54 વાગ્યે – અમદાવાદ જિલ્લામાં બપોરે 4 લોકોનાં ભેદી મોત થયા હતા
4.35 વાગ્યે – રોજીદ ગામના એક શખસને સાંજે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયો હતો
6:56 વાગ્યે – ભાવનગરથી સ્પેશિયલ ટીમ બોટાદ જવા રવાના થઈ હતી
7:08 વાગ્યે – અચાનક મૃત્યુઆંક વધતા અને લોકોની તબિયત લથડવા લાગી હતી, પોલીસે SITની રચના કરી
7:38 વાગ્યે – અણિયારી, આકરુ અને રોજીદ ગામના 2-2 લોકોનાં મોત થયા હતા. 3 લોકોને અમદાવાદ તથા 4 લોકોને ભાવનગર ખસેડાયા હતા
રાત્રે 8:26 વાગ્યે – શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલવામાં મુશ્કેલી સર્જાતા રાત્રે FSLની મદદ લેવાનો નિર્ણય કરાયો
રાત્રે 8:38 વાગ્યે – ભાવનગર જિલ્લા પોલીસ અધિકારી રવિન્દ્ર પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી
રાત્રે 8: 53 વાગ્યે – અણિયાળીમાં મૃતકના પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર
રાત્રે 9:01 વાગ્યે – ગુજરાત એટીએસની ટીમ બરવાળા પહોંચી
રાત્રે 9: 30 વાગ્યે – અમિત ચાવડાએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી કરી
રાત્રે 9: 37 વાગ્યે – ભાવનગરમાં વધુ 2 લોકોને રિફર કરાયા, 3ની સ્થિતિ ગંભીર
રાત્રે 9:39 વાગ્યે – પોલીસે અમદાવાદ અને બોટાદથી પાંચ આરોપીને રાઉન્ડ અપ કર્યા
રાત્રે 9: 43 વાગ્યે – વધુ 6 દર્દીઓ દાખલ થતાં ભાવનગરમાં કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ
રાત્રે 9: 44 વાગ્યે – કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ જોડાઈ
રાત્રે 10:11 વાગ્યે – બોટાદમાં મોતનો આંકડો 12 પર પહોંચ્યો
રાત્રે 10: 14 વાગ્યે – કથિત લઠ્ઠાકાંડમાં મિથેનોલનો ઉપયોગ થયો હોવાની માહિતી મળી
રાત્રે 10: 19 વાગ્યે – કથિત લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધીને 15 પર પહોંચ્યો
રાત્રે 10: 25 વાગ્યે – બોટાદના એસપી કરણરાજ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું
રાત્રે 10: 28 વાગ્યે – શક્તિસિંહ ગોહિલે કથિત લઠ્ઠાકાંડ મામલે દુ:ખ વ્યક્ત કર્યું
રાત્રે 10: 48 વાગ્યે – કથિત લઠ્ઠાકાંડની વચ્ચે બરવાળા પોલીસ સ્ટેશનના ASI આસમીનબાનુ ઝડકીલાનો ઓડિયો વાઈરલ
રાત્રે 11:00 વાગ્યે – કથિત લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 18 પર પહોંચ્યો
રાત્રે 11: 47 વાગ્યે – ગુજરાત ATSએ લાંબા પાસેથી રાજુ નામની વ્યક્તિની ધરપકડ કરી
ADVERTISEMENT