અમદાવાદઃ AAP પ્રદેશ મહિલા પ્રમુખ બન્યા પછી રેશ્મા પટેલ પહેલી વખત મીડિયા સામે આવ્યા હતા. તેમણે આ દરમિયાન મહિલાઓ પરના અત્યાચારના મુદ્દાને લઈને વિધાનસભામાં રજુ કરવામાં આવેલા આંકડાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહિલાઓ પર અત્યાચારના ગુનાઓમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે તે સહન કરી શકાય તેવો નથી. તેમણે એવું પણ કહ્યું કે જો કોઈ અત્યાચારનો ભોગ બનેલી મહિલા કે દીકરીને કાયદાકીય સહાયની જરૂર પડે તો અમારી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ તેમની પડખે ઊભા રહેવા તૈયાર છે.
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર જપન ઠાકરનું અકસ્માતમાં મોત, મલ્હાર ઠાકરે કહી અઘરી વાત
100 દિવસનું સુશાસન નહીં કુશાસનઃ રેશ્મા પટેલ
રેશ્મા પટેલે કહ્યું કે, AAPપાર્ટી દ્વારા મને પ્રદેશ મહિલા પ્રમુખની સંવેદનશીલ અને મોટી જવાબદારી આપવામાં આવી છે તે બદલ હું શીર્ષ નેતૃત્વને ધન્યવાદ પાઠવું છું. વધુમાં, AAP મહિલા વિંગમાં નેતૃત્વની જવાબદારી સાથે ગુજરાતની મહિલાઓ માટેની જવાબદારી વધી જાય છે. પીડિત-શોષિત મહિલાઓ માટે લડવું અને નયાય આપવા અવાજ બુલંદ કરવો અમારી જવાબદારી છે. હાલમાં વિધાનસભામાં રાજ્ય મહિલા આયોગ દ્વારા રજુ કરવામાં આવેલા રિપોર્ટમાં ગયા વર્ષની સરખામણીએ મહિલા ઉપર થતા અત્યાચારના ક્રાઇમરેટમાં 12% નો વધારો જોવા મળ્યો છે. જે અમારા માટે દુઃખ ની વાત છે. 156ની બહુમત સાથે બનેલી ભાજપ સરકાર માત્ર મહિલા સુરક્ષાની ખોખલી વાતો કરે છે અને સાબિત કરે છે કે ભાજપ સરકારનું આ 100 દિવસનું સુશાસન નહીં પણ કુશાસન છે. હું ભાજપ સરકારને સવાલ પૂછું છું કે, આ કૌરવોના શાસનમાં ગુજરાતની દીકરી સુરક્ષિત ક્યારે બનશે? આપ મહિલા વિંગ ગુજરાતની મહિલાઓના પક્ષમાં ન્યાય માંગે છે. સરકાર અને મહિલા આયોગની ખોખલી કામગીરીને વખોડીયે છીએ. મહિલાઓના પક્ષમાં લડત લડતા રહીશું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT