અરવલ્લીઃ ગુજરાતમાં ઠેરઠેર છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડ્યો છે. ઉનાળાની સીઝનમાં પડેલા વરસાદને પગલે ખેડૂતોના માટે મોટી આફત તૂટી પડી છે. અરવલ્લીમાં ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી પોતાના પાકને બચાવવા સતત મથામણો કરવામાં આવી પરંતુ સતત વરસી રહેલા વરસદાને કારણે ન માત્ર અરવલ્લી પરંતુ ગુજરાતના ઘણા ખેડૂતોએ પોતાના પાકનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતો સતત સરકારને વળતર કે રાહતની માગ કરી રહ્યા છે ત્યારે આજે મંત્રી ભીખુસિંહ પરમારે ખેડૂતોની મુલાકાત લીધી છે.
ADVERTISEMENT
IPS અધિકારીએ અતિક અહેમદ જોડે સાબરમતી જેલમાં ચીકનપાર્ટી કરી?- રિપોર્ટ
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને મામલે અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેમણે અહીં જાંબુસર, મુદર સુમ્બા, વણીયાદ સહિતના વિસ્તારમાંથી આવેલા ખેડૂતો સાથે મુલાકાત કરી છે. સાથે જ તેમને થયેલા નુકસાન અંગે વાત કરી છે. જોકે હજુ સુધી વળતરનું કોઈ નક્કર આશ્વાસન સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ખેડૂતોને કોઈ રાહત કે વળતરની જાહેરાત થાય તેવી આશાઓ ખેડૂતોને છે. આ વિસ્તારમાં ખાસ કરીને ઘઉં, તરબુચ સહિતના પાકોને નુકસાન થવા પામ્યું છે.
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT