વિપિન પ્રજાપતિ.પાટણ: આપણા નેતાઓને આપણા ટેક્સના રૂપિયાથી કેટ કેટલીય સગવડો મળે છે. આમ તો રાજનીતિ કહેવાય છે સેવા પરંતુ સેવા જેવું કાંઈ હોતું નથી અને તે એક વરવી વાસ્તવીક્તા છે. આવા જ એક નેતાને સરકારી વાહન લોકોના કામ માટે આપવામાં આવ્યું હતું. જોકે નેતા આ વાહનનો ઉપયોગ પોતાના અંગત કામ માટે કરતા હોવાની આરટીઆઈમાં વિગતો બહાર આવી છે. જેના કારણે તેમને રૂપિયા 400નો દંડ પણ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભાવનગરમાં કોરોનાના 3 પોઝિટિવના કેસઃ એક યુવાન, મહિલા અને આઘેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સરકારી વાહન લઈ બેસણામાં જતા રહ્યા હતા પાલિકા પ્રમુખ
ગુજરાતમાં નગરપાલિકાના પ્રમુખોને પોતાના વિસ્તારમાં કામગીરીને લગતા અવર જવર કરવા માટે ગાડી ફાળવતી હોય છે. જેનો ઉપયોગ તેમને પોતાના પાલિકાના વિસ્તારમાં જ કરવાનો હોય છે અને જો પાલિકાના કામે જ બહાર જવાનું હોય તો પાલિકાના ચીફ ઓફિસરને જાણ કર્યા બાદ પરવાનગી લીધા બાદ તેઓ કારનો ઉપયોગ કરી શકે છે. જ્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ પોતાના અંગત કામ માટે નગરપાલિકાની ગાડી લઈને તારીખ 6 માર્ચે પાલિકા પ્રમુખ પોતાના અંગત કામે પાટણ નગર પાલિકાની ગાડી લઈને બેસણામાં માંડોત્રી ગયા હતા.
CBI મનીષ સિસોદિયા પર જાસુસીનો કેસ, જાણો આખુ યુનિટ બનાવીને જાસુસીનો આક્ષેપ લાગ્યો
RTIમાં આવી વિગતો બહાર
જેની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખને થઈ ત્યાર બાદ ભરત ભાટિયા દ્વારા આરટીઆઇ અંતર્ગત માહિતી માંગતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આરટીઆઈ દ્વારા પાલિકાની વાહન શાખામાંથી માહિતી માગતા પાલિકા પ્રમુખ દ્વારા દંડ પેટે તાત્કાલિક રૂ.400 પાલિકામાં જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાટણ નગરપાલિકાની ગાડીનો દુરુપયોગ ના થાય તે માટે આગામી સામાન્ય સભામાં વાહન શાખાના ચેરમેન દ્વારા પાલિકા પ્રમુખ સહિતના તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા પણ યાદી આપી હોવા છતાં હજુ સુધી જીપીએસ સિસ્ટમની ખરીદી કરાઇ નહીં અને પાલિકાના એક પણ વાહનોમાં જીપીએસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી નથી. તેનો ગેરલાભ પાલિકાના પ્રમુખ ઉઠાવતા હતા.
ADVERTISEMENT