વિપિન પ્રજાપતિ.પાટણઃ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વહીવટદારની કથિત ગેરરિતીઓને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ઉજાગર કરી છે અને હવે બંને વચ્ચેનો મામલો ગાંધીનગર મુખ્યમંત્રી અને દિલ્હી વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પત્ર લખ્યો છે. પત્રમાં રજીસ્ટ્રાર સામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો મામલો છે. પાટણ જિલ્લા સંયુક્ત રજીસ્ટાર સહકાર મનોજ સીતારામ લોખંડે ગાંધીનગર સેશન કેસ નંબર બે/ 2014માં એસીબીના કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂકાયો છે. તો રાજ્ય સરકાર આ બાબતે ધ્યાનમાં લઈને વર્ગ એક કક્ષાના અધિકારી જેઓ પાટણની એપીએમસીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વહીવટદાર તરીકે કામગીરી કરે છે અને એપીએમસીમાં વેપારીઓના લાયસન્સ સહિત અનેક ગેરરીતિઓ કરી હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT
IPL 2023 GTvsCSK : ગુજરાત જાન્ટ્સનો શુભારંભ, મોહમ્મદ શમીએ ડેવોન કોનવેને કર્યો બોલ્ડ
‘મલાઈ કોના આશિર્વાદથી મળે છે?’
તેમણે આ પત્રમાં લખ્યું છે કે, રાજકીય ઓઠા નીચે સહકાર મંત્રી કે કાયદા મંત્રીના આશીર્વાદથી કે કયા કારણોસર તેઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી તે સમજાતું નથી. ગુજરાતના અન્ય કર્મચારીઓને સામાન્ય બાબતમાં ચાર્જશીટ અપાય છે કે ફરજ મોકુફ કરાય છે. ત્યારે આવા લોકોને મલાઈ કોના આશિર્વાદથી મળે છે તે સમજાતું નથી.
ADVERTISEMENT