ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢમાં છેલ્લા એક અઠવાડિયાથી પડતા સતત વરસાદને કારણે મોટાભાગના પાકોમાં નુકસાની થઈ રહી છે. ખાસ કરીને અત્યારે ઘઉં કેરી ચણાનો પાક ખેતરમાં તૈયાર છે. કેરીના બગીચામાં કેરીઓ લુમે જુમે લટકી રહી હતી પરંતુ તે જ પવનના કારણે મોટાભાગની કેરીઓ ખરી ગઈ છે અને અન્ય વરસાદના કારણે પાકે નહીં તેવી સ્થિતિમાં છે.
ADVERTISEMENT
નક્ષત્ર આધારિત ખેતીથી ખેડાના ખેડૂતે કર્યું કુલ 3 વીઘા જમીનમાં 289.5 ક્વિન્ટલ બટાકાનું બમ્પર ઉત્પાદન
ખેતરોમાં ઘઉં જમીન દોસ્ત થઈ ગયા
આ દ્રશ્યો જુઓ જેમાં કેટલાક ખેતરોમાં ઘઉં વરસાદને કારણે તૈયાર હોવા છતાં જમીન દોસ્ત થઈ ગયા હતા તો કે બગીચાઓમાં કેરીઓ ઝાડ ઉપરથી ખરેલી અને પાણીના કારણે કેરીઓ ઉપર થોડો બેસી તેવી પૂરી શક્યતા ધરાવે છે આવા સંજોગોમાં ખેડૂતો રાતે પાણી રહી રહ્યા છે.
વળતર મળે તેવી માગ ઉઠી
ખાસ કરીને જૂનાગઢના મેંદરડા માંગરોળ વિસાવદર કેશોદ અને જૂનાગઢ તાલુકામાં રહેલા વરસાદ અને માવઠાને લીધે પાકમાં નુકસાની થવાથી ખેડૂતો નિરાશ થયા છે અને અને માંગ કરી રહ્યા છે કે સરકાર તરફથી નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે જેથી કરીને મોસમ નામાવઠાનો માર ખેડૂતોની કમર ન તોડી નાખે. જોકે અત્યાર સુધી સરકાર દ્વારા હવામાનની અને વરસાદની આગાહી તો કરવામાં આવી છે અને વરસાદના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ખેડૂતોને થયેલા નુકસાનની કોઈ જ વળતર વાત કરી નથી.
ADVERTISEMENT