દર્શન ઠક્કર.જામનગરઃ જામજોધપુરના ગીંગણી ગામે રહેતા ખેડૂતની પત્ની અને દીકરાને બિમારીઓ દુર કરવાનું બહાનું આપી તેમજ કરોડો રૂપિયા કમાવી દેવાની લાલચ આપી ત્રણ સાઘુ સહિત અન્ય શખસોએ રોકડ રૂા. 87 લાખ અને 83 તોલા સોનું મળી રૂા. 1.28 કરોડની છેતરપિંડી કરી નાસી છૂટી ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ થવા પામી છે.
ADVERTISEMENT
દોષિતોને સ્ટેજ પર સન્માન મામલે બિલકિસ બાનોના પતિએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
જીપમાં આવ્યા સાધુ અને બધું લૂંટી ગયા
જામનગર જિલ્લાના જામજેાધપુર તાલુકાના ગીંગણી ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશ હંસરાજભાઇ કાલરીયા નામના વૃદ્ધને ગત તા. 9 ફેબ્રુઆરી 2023ના રોજથી તેમની પત્ની અને દિકરા કલ્પેશને બિમારીઓ દુર કરવાનું બહાનું આપી તેમજ કરોડો રૂપિયા કમાવી દેવાની લાલચ આપી બોલેરો જીપમાં આવેલા ત્રણ સાઘુ, ડ્રાઇવર તેમજ રમેશભાઇ પાસેથી અલગ-અલગ જગ્યાએથી પૈસા ભેગા કરનાર લોકોએ કાવતરૂ રચી તેમની પાસેથી રૂા. 87,14,000 રોકડા તેમજ સોનાના દાગીના આશરે 83 તોલા અને દોઢ ગ્રામ રૂા. 4157500ની કિમતના છેતરપિંડી કરી લૂંટી જઇ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પીએફના પૈસા પણ અદાણીને? PM મોદી પર રાહુલનો વધુ એક પ્રહાર
સક્રિય ટોળકી હોવાની પોલીસને શંકા
અંતે પોતે છેતરાયેલા હોવાનો અહેસાસ થતાં રમેશભાઇએ ત્રણ સાઘુ, ડ્રાઇવર સહિત પૈસા ઉઘરાવનાર લોકો સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં રૂા. 1,28,71,500ની છેતરપિંડી અને લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે, આ કોઇ સક્રિય ટોળકી છે જે આવી રીતે લોકોને છેતરપિંડીનો ભોગ બનાવી પૈસા પડાવે છે.
ADVERTISEMENT