Breaking: ગુજરાતની અનેક જેલોમાં પોલીસનું બોડી વોર્ન કેમેરા સાથે ચેકીંગ, હર્ષ સંઘવીની બેઠક બાદ કાર્યવાહી

Urvish Patel

24 Mar 2023 (अपडेटेड: Mar 24 2023 5:53 PM)

અમદાવાદઃ ગુજરાતની ઘણા જિલ્લાઓમાં આવેલી મુખ્ય જેલોમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદની સાબરમતી જેલ, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, મહેસાણા, નવસારી, કચ્છ-ભૂજ,  સહિત…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતની ઘણા જિલ્લાઓમાં આવેલી મુખ્ય જેલોમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદની સાબરમતી જેલ, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, મહેસાણા, નવસારી, કચ્છ-ભૂજ,  સહિત ઘણા જિલ્લાઓમાં જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક પછી વિવિધ જેલોમાં પોલીસ દ્વારા જાણે દરોડા કરવામાં આવ્યા હોય તે રીતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ શું શોધી રહી છે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલ પુરતું જાણવા મળી રહ્યું છે કે, ઉચ્ચ અધિકારીઓની ટુકડી સાથે આ વિવિધ જિલ્લાઓમાં પોલીસની ટીમ દ્વારા કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. જેના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીધી નજર રાખી રહ્યા છે. આ તરફ જાણકારી મળી રહી છે કે ભૂજની જેલમાંથી છ મોબાઈલ ફોન્સ અને સિમકાર્ડ્સ મળી આવ્યા છે.

અમદાવાદની સાબરમતી જેલમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અહીં અતિક અહેમદથી લઈને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના કેદીઓ ઉપરાંત ગૌતમ અદાણીને કિડનેપ કરવામાં સંડોવાયેલા ફઝલુ રહેમાન સહિતના નામચીન આરોપીઓ અને ગુનેગારોને બંધ રખાયા છે. અહીં 100 કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ અને ધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 4 ડીસીપી, 2 એસપી અને પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ અહીં સર્ચ કરી રહ્યા છે. આ તરફ જાણકારી મળી રહી છે.

પોલીસે પોતાની સાથે બોડી વોર્ન કેમેરા પણ રાખ્યા છે. હર્ષ સંઘવીની ખાસ બેઠક પછી આ મામલે કાર્યવાહી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે જેના પરથી એવો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે કે તે બેઠકમાં આ જ દરોડાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બે કલાક ચાલી હતી. ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો પહેલા એક કાર્યક્રમને પડતો મુકીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક અમદાવાદની સાબરમતી જેલમાં પહોંચ્યા હતા. આ દરોડાઓ અને મંત્રીની આ ઉડતી મુલાકાત બંને એક સાથે સંલગ્ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભાવનગર સહિત રાજયભરની તમામ જેલમાં એકસાથે દરોડા કરવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લા જેલ ખાતે મોડી સાંજે એસપી, એસ.ઓ.જી, એલ.સી.બી સહિતના પોલીસ અથીકરીઓનો વિશાલ કાફલો ભાવનગર જિલ્લા જેલ ખાતે ત્રાટક્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉપરાંત હિંમતનગર અને ખેડામાં પણ પોલીસ મોટા કાફલા સાથે જેલમાં આવી પહોંચી હતી.

(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે જે અપડેટ થઈ રહી છે, પેજ રિફ્રેશ કરતા રહો)

 

    follow whatsapp