અંબાજી ખાતે ચાલુ કાર્યક્રમમાં મંડપ પડ્યોઃ ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા

અંબાજીઃ અંબાજીમાં આજે રામ નવમીના પર્વની ઉજવણીઓ અને કાર્યક્રમો હતા. ત્યારે આજે અંબાજી ખાતે ધડાધડ વરસાદે બેટિંગ શરૂ કરી દીધી હતી. ભારે પવન અને અચાનક…

gujarattak
follow google news

અંબાજીઃ અંબાજીમાં આજે રામ નવમીના પર્વની ઉજવણીઓ અને કાર્યક્રમો હતા. ત્યારે આજે અંબાજી ખાતે ધડાધડ વરસાદે બેટિંગ શરૂ કરી દીધી હતી. ભારે પવન અને અચાનક પલ્ટાયેલા વાતાવરણને કારણે અહીં લોકોને પણ અંદાજ ન હતો કે આટલો ભારે વરસાદ પડી જશે. જોકે વરસાદની સટાસટી અને ભારે પવનને કારણે અહીં એક કાર્યક્રમ દરમિયાન મંડપ પડી ગયો હતો. જોકે સદ ભાગ્યે કોઈને ઈજાઓ થઈ ન હતી.

પ્રથમ નોરતે વરસાદ અને છેલ્લા નોરતે પણ વરસાદ પડ્યો
અંબાજીમાં આજે ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક ભારે પવન અને વરસાદની સટાસટીને કારણે ઠેરઠેર પાણી પણ ભરાઈ ગયા હતા. અહીં અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં ચૈત્ર મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રથમ નોરતે વરસાદ આવ્યો હતો અને છેલ્લા નોરતે પણ વરસાદ આવ્યો છે.

માત્ર દહીં માટે મુખ્યમંત્રીએ એવો હોબાળો કર્યો કે તમે પણ કહેશો કે CM થઇને આવું

ખેડૂતોને વધુ એક માર
અંબાજી પોલીસ સ્ટેશનની આગળ તો ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત ઠેરઠેર લોકોની ભાગ દોડ પણ જોવા મળી હતી. પોતાનો સામાન અને વસ્તુઓ પલડતી બચાવવા લોકોએ દોટ મુકી હતી. ત્યાં અંબાજીમાં પથારણાવાળાઓમાં પણ આવો જ ચિંતા ભર્યો માહોલ હતો. જ્યારે આસપાસના ખેડૂતો પણ અચાનક આવેલા વરસાદથી ચિંતામાં પડી ગયા હતા.

(ઈનપુટઃ શક્તિસિંહ રાજપુત, અંબાજી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp