અમદાવાદઃ ધોરણ 10 અને ધોરણ 12ની આજે મંગળવારે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે. આજે ગુજરાતીનું પેપર ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા ત્યારે એક સવાલે તેમને જોરદાર પરેશાન કરી દીધા હતા. સવાલમાં જ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ એવા ગૂંચવાઈ ગયા હતા કે ન પુછો વાત. જોકે તેમાં શિક્ષણ વિભાગની ભુલથી પેપરમાં સવાલ જે પુછાયો તેમાં કવિનું નામ ફેરફાર થઈ ગયો હતો. જોકે કવિએ આ મામલે સોશ્યલ મીડિયા પર ખુલાસો પણ કર્યો છે.
ADVERTISEMENT
કયા પ્રશ્નમાં વિદ્યાર્થીઓ સલવાયા?
ધોરણ 10માં આજે મંગળવારે પેપરસેટર દ્વારા વિભાગ બીના ડ સેક્શનમાં 22મા પ્રશ્નમાં લોચો મારી દીધો હતો. 22મા નંબરનો પ્રશ્ન જ ખોટો હતો. જેના કારણે વિદ્યાર્થીઓ ચકરાવે ચઢી ગયા હતા. જેનો પ્રશ્ન હતો કે, ‘મુક્તક એટલે શું? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…માં રઈશ મણિયાર શું કહેવા માગે છે?’
વાપી GIDCમાં ધડાધડ બ્લાસ્ટ સાથે આગ લાગતા ભયનો માહોલઃ Video
આ જોતા કવિ રઈશ મણિયારે શું કહ્યું?
પરીક્ષામાં પુછાયેલા આ સવાલમાં ખરેખરમાં ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…’ તે જાણીતા કવિ બરકત વિરાણીનું છે. જેમાં કવિ રઈશ મણિયારનું નામ મુકવામાં આવ્યું હતું. જે મામલાને લઈને કવિ રઈશ મણિયારે સોશ્યલ મીડિયા પર કહ્યું કે, આજે પ્રશ્નપત્રમાં બેફામ સાહેબનો શેર મારા નામે ચડ્યો, એનું કારણ પાઠ્યપુસ્તકનું પાનું જોવાથી સમજી શકાય છે. બેફામ સાહેબ આપણા દિગ્ગજ શાયર છે. એમનો યાદગાર શેર મારા જેવા કવિને નામે ચડે એ ખોટું છે. પ્રશ્નકર્તાની ક્ષતિથી આમ બન્યું છે. મારું મુક્તક ઉપર છે. બેફામ સાહેબનો શેર નીચે છે. અજ્ઞાન, બેદરકારી જે કંઈ હોય, આમાં મારો તો કોઈ દોષ નથી છતાં મારા તરફથી વિનમ્રતાપૂર્વક બેફામ સાહેબની અને સાહિત્યરસિકોની ક્ષમાયાચના. પ્રશ્નકર્તા અને અળવીતરી કૉમેન્ટ કરનાર સહુને શુભેચ્છાઓ. માતૃભાષા અમર રહો.
હવે ચિંતાનો વિષય એ છે કે આ પ્રશ્ન 4 માર્ક્સનો હતો. જેથી શું પોતાની ભુલ સ્વિકારી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ગુણ આપવાની જાહેરાત થશે કે કે પછી કોઈ અન્ય રસ્તો કાઢશે?
ADVERTISEMENT