ભાવનગરઃ ભાવનગરની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્રકારોએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે સવાલ કરતાં જ વિજય રૂપાણીએ કહ્યું આજે વર્ષી તપ છે. અને તેમણે બાદમાં વર્ષી તપ અંગે જ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓનો મુદ્દો સળગતો મુદ્દો છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રીને કરવામાં આવેલા સવાલના જવાબમાં પત્રકારોને ધાર્મીક બાબત અંગે વાત કરતા સાંભળવાના થયા હતા.
ADVERTISEMENT
ભાવનગર શહેરના જવાહરમેદાનમાં આજે રવિવારે વર્ષી તપના પારણા રાખવામાં આવ્યા છે. અહીં 750 વર્ષી તપના તપસ્વીઓના પારણા કરવામાં આવવાના હતા. જેમાં સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, રાજકોટના ધારાસભ્ય દર્શીતા શાહ, સેજલબેન, જુતુ વાઘાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પૂર્વ ધારાસભ્ય વિભાવરી દવે અને મેયર કિર્તિબેન દાણીધારીયા સહિતના નેતાઓ આવી પહોંચ્યા હતા. આ દરમિયાન એક સાથે મંચ પર વિજય રુપાણી અને સી આર પાટીલને જોતા જ સહુ આશ્ચર્યમાં હતા.
આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્ટ્સ અંગે મોહન ભાગવતે કહ્યુંઃ ‘માણસ ગુલામ બનશે, માનવજાતિ રહેશે નહીં’
સી આર બોલ્યા પણ વિજય રુપાણીએ ટાળ્યું
યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તો બોલ્યા પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ સવાલથી અંતર કરી લીધું હતું. સી આર પાટીલે કહ્યું હતું કે, જે કોભાંડોના ખુલાસા કરવાનો હતો તે જ હવે જેલના સળિયાઓ પાછળ છે. તેમણે એવું પણ કહ્યું કે આ વ્યક્તિએ નિર્દોષોને પણ દબાવ્યા છે કેટલાક દોષિતો પાસેથી મોટી રકમો પડાવી છે. જેના વીડિયો અને પુરાવા પણ પોલીસે મેળવ્યા છે. મને લાગે છે કે તપાસમાં ઘણા નામો સામે આવશે. પણ આ તરફ વિજય રુપાણીને પત્રકારોએ યુવરાજસિંહ અંગે સવાલ કર્યો હતો અને તોડકાંડ અંગે સવાલ પુછતા કહ્યું આજે વર્ષી તપ છે. જુઓ આ વીડિયો…
(ઈનપુટઃ નીતિન ગોહિલ)
ADVERTISEMENT