અમદાવાદઃ જમ્મુ કશ્મીરમાં પકડાયેલા ગુજરાતી મહાઠગ કિરણ પટેલ અંગે સતત ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. કશ્મીરમાં આ વ્યક્તિ પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય)ના અધિકારી હોવાનું દર્શાવીને પોલીસના કાફલા સાથે અહીં ફરતો હતો અઅને ફાઈવ સ્ટાર હોટેલમાં રહેતો હતો. કિરણ પટેલન નામના આ વ્યક્તિ સામે ગુજરાતમાં પણ ગુના નોંધાઈ ચુક્યા છે. જે ફરિયાદો અંગે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ. એવું પણ સામે આવી રહ્યું છે કે કિરણ પટેલના ભાજપના નેતાઓ સાતે નજીકના સંબંધો છે, તેને લગતી કેટલીક તસવીરો પણ સામે આવી છે પરંતુ તેમાં ન પડતા આપણે કિરણની વૈભવી લાઈફ સ્ટાઈલ વચ્ચે ગુજરાતમાં થયેલી બે ફરિયાદો અંગે જાણકારી મેળવીએ.
ADVERTISEMENT
અમદાવાદના ઘોડાસરમાં આવેલા સમૃતિ મંદિર પાસે રહે છે કિરણ પટેલ. કિરણ વડતાલમાં ગાડી ભાડે મુકવાનું કહીને અગાઉ 2 નિવૃત્ત DySP, PI તથા PSI સાથે છેતરપીંડી કર્યાની પણ વિગતો સામે આવી છે. હાલમાં સામે આવેલી ફરિયાદો અનુસાર વડોદરાના રાવપુરા પોલીસ મથકે ગત વર્ષ 2020માં ઓગસ્ટમાં તેની સામે ફરિયાદ થઈ હતી. જેમાં ગુનો બન્યો હતો તા 1-9-18થી 7-8-19ના સમયગાળા દરમિયાન. જેમાં કિરણ પટેલની સાથે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક રહેતા દિપેશ રજનીકાંત શેઠ અને તેના પત્ની ધારા દિપેશ શેઠ સામે પણ આરોપ હતા.
Kutchમાં ટપોટપ પડ્યા બરફના કરાઃ જુઓ Video વીજળીને કારણે ગબ્બરની રોપવે બંધ
વડોદરામાં શું બન્યું હતું
આ ફરિયાદમાં બન્યું એવું કે ફરિયાદ કરનાર વ્યક્તિને નવલખી ગ્રાઉન્ડમાં કલાનગરી ગરબા મહોત્સવ 2018ના નામથી ગરબા આયોજન કરવાનું છે તેવં કહી ફરિયાદીની જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરસને ડેકોરેશન અને લાઈટિંગનું કામ આપ્યું હતું. જેમાં તેમને 1,20,00,000000નો વર્ક ઓર્ડ આપી તે પ્રમાણેનું કામ કરાવ્યું હતું. જોકે ગરબા દરમિયાન એક્સ્ટ્રા વર્ક પણ કરાવ્યું હતું. આખરે હિસાબમાં 1,00,55,846 રૂપિયાનું બીલ બની રહ્યું હતું. જોકે આ ત્રણેય દ્વારા આ રૂપિયા આપવામાં ન આવ્યા અને ઉપરથી તેમને અભદ્ર શબ્દો બોલી કાઢી મુક્યા હતા. જે મામલે ફરિયાદ થઈ હતી.
પાકિસ્તાની જેલનો Video આવ્યો સામે કેદીઓએ કર્યા ગુજરાતી ગરબાઃ જુઓ
બાયડમાં કિરણ પટેલે શું ગુનો આચર્યો હતો
એ ઉપરાંત વર્ષ 2020માં જ ઓગસ્ટ મહિનામાં અરવલ્લીના બાયડ ખાતે પણ કિરણ સામે ફરિયાદ થઈ હતી. જે ગુનો બન્યો હતો તા. 1-4-15થી 19-5-16 સુધીમાં, જેમાં કિરણની સાથે આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે રહેતો મનિષ જગદીશ પટેલ અને તેની પત્ની દર્શના જગદીશ પટેલ સામે પણ ફરિયાદ થઈ હતી. આ ઉપરાંત અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા વિઠ્ઠલ મોતી પટેલ સામે પણ ફરિયાદ થઈ હતી. જેમાં ગુનો એવો હતો કે, આ તમામે સાથે મળીને કાવતરું રચ્યું હતું અને ફરિયાદ કરનારને વિશ્વાસમાં લઈને તમાકુના લે-વેચના ધંધામાં તથા પશુ આહારના ધંધામાં રૂપિયાની જરૂર છે. તેથી રૂપિયા માગ્યા હતા. જેમાં એક કરોડ પંચોતેર લાખ લીધા હતા તેમાંથી 49.33 લાખ પરત કર્યા પણ બાકીના રૂ 1.25 કરોડ જેટલા પાછા આપ્યા નહીં. વ્યક્તિ તેમની પાસે વારંવાર માગ્યા છતા રૂપિયા ન નીકળતા આખરે પોલીસ ફરિયાદ કરે છે.
બાયડ તાલુકાના રડોદરા ગામના આશિષ પટેલ અને તેમના સંબંધીઓ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2017માં આ ઠગ કિરણ પટેલ આ 13 ખેડૂતોને પશુપાલન માટે તમાકુની કૃષિ પેદાશો અને ખાણ અનાજ મેળવવા માટે મળ્યા હતા. તેઓ મળ્યા અને વ્યવહાર- આપવાનું શરૂ કર્યું. પરંતુ 1017માં ખેડૂતો પાસેથી તમાકુ અને ઘાસચારાના 1.75 કરોડ રૂપિયા લીધા પરંતુ માલ આપ્યો ન હતો. આપેલા ચેક પણ બાઉન્સ થયા, ત્યારબાદ 2019માં આશિષ પટેલ અને અન્ય ખેડૂતોએ કિરણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ કરી. આશિષ પટેલે કિરણ પટેલ વિશે કર્યો વધુ ખુલાસો.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ, હિતેશ સુતરિયા-અરવલ્લી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT