શિક્ષકની બદલી થતા ના માત્ર બાળકો આખું ગામ રડ્યુંઃ પંચમહાલના જુઓ આ ભાવુક દ્રશ્યો

શાર્દૂલ ગજ્જર.કાલોલ: સામાન્ય રીતે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધો ઔપચારિક હોય છે. એક શિક્ષકની બદલી થાય અને શિક્ષક બીજી શાળામાં જાય તો વિદ્યાર્થીઓને ખાસ…

gujarattak
follow google news

શાર્દૂલ ગજ્જર.કાલોલ: સામાન્ય રીતે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધો ઔપચારિક હોય છે. એક શિક્ષકની બદલી થાય અને શિક્ષક બીજી શાળામાં જાય તો વિદ્યાર્થીઓને ખાસ ફર્ક પડતો નથી, પણ કાલોલ તાલુકા (Kalol Taluka) નાં સગનપૂરા ગામની એક શાળાના આચાર્યની બદલી થતાં શાળાના બાળકો, અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓ દરેક રડતાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે આવા દૃશ્યો શાળાના આચાર્યની બદલી સમયે જોવા મળતા નથી.

Covid 19ના આંકડામાં મોટો વધારોઃ ગુજરાતમાં ધડાધડ વધી રહ્યા છે કેસ, જાણો ક્યાં કેટલા દર્દી

શિક્ષક સૃષ્ટીનો સર્જનકાર…
આપણા ત્યાં શિક્ષકને સૃષ્ટીનો સર્જનકાર કહે છે, કારણ કે તે આવનારા ભવિષ્યનું સર્જન કરે છે. જોકે આપણે ત્યાં આપણે ઘણા શિક્ષકો જોયા છે જેઓ દારુના નશામાં ધૂત થઈને શાળાએ બાળકો સમક્ષ આવે છે. ઘણી શાળાઓ જોઈ છે જ્યાં માત્ર એક શિક્ષક અને ઘણા વિદ્યાર્થીઓ હોય છે. ઘણી જગ્યાએ તો ના દીવાલ ના છત ખુલ્લામાં પણ બાળકો ભણતા દૃશ્યો આપણે જોયા છે.

આજે પૃથ્વીની નજીકથી જશે ‘સિટી કિલર’ Asteroid 2023 Dz2, જાણો કેટલો મોટો અને ખતરનાક છે?

લાગણીઓથી બંધાયો હતો આ સંબંધ
કહેવાતા વિશ્વગુરુ બનવાની વાતો વચ્ચે આપણે ત્યાં સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓના આંકડાઓ વચ્ચેનો ભેદ આપણને ઘણું બધું કહી જાય છે. ખેર, અહીં આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષક સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સંબંધની. કાલોલના સગનપુરા ગામની એક શાળામાં જ્યારે આચાર્ય શિક્ષિકાની બદલી થઈ ત્યારે આખું ગામ એમ જ ન્હોતું રડી પડ્યું પણ તે હતો લાગણીનો સંબંધ તો આવો જાણીએ કેમ તેમને હતી શિક્ષક સાથે આવી લાગણી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp