સુરતઃ સામાન્યતઃ આપણે પોતાના જ ઘરનું ટોઈલેટ સાફ કરવામાં હાથ પાછા ખેંચતા હોઈ છે છીએ. પોતાના જ ઘરનું ટોઈલેટ સાફ કરવું આપણા માટે પણ એટલું જ સ્વાભાવીક કાર્ય હોવું જોઈએ જેટલું ઘરમાં આરામથી બેસીને ટીવી જોવું. જોકે આપણે પહેલાથી જ માનસમાં તેને અયોગ્ય અને કક્ષા આધારિત કામ માની લેવાની ધારણા બનાવી લીધી હોવાને કારણે તે કરવું મુશ્કેલ બને છે. પરંતુ અહીં ગુજરાત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ બધી જ ધારણાઓ માન્યતાઓને જાણે તોડવાનું કામ કર્યું હોય તેવું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે એવું ન્હોતું કે અહીં શિક્ષણ મંત્રી હાથમાં ઝાડુ અને પાણી લઈ ટોઈલેટ સાફ કરવા બેસે અને શાળા તંત્ર સાહેબને આવું કરતા બે વખત અટકાવે પણ નહીં! સ્વાભાવીક રીતે આ કામ કરનારા અહીં ઘણા હતા. જોકે ટોઈલેટ સાફ કરીને મજા આવી આ શબ્દો સાથે શિક્ષણ મંત્રીએ ટોઈલેટ સાફ કરવું પણ એક સામાન્ય કામગીરી છે તેવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ADVERTISEMENT
PM મોદીની સુરક્ષાને તોડીને તેમની નજીક પહોંચી જનાર બાળકે જણાવ્યું કેમ આવું કર્યું
ડુંગરા સ્થિત પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત
ગુજરાત સરકારમાં શિક્ષા રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયાનો નવો અંદાજ જોવા મળ્યો હતો. સુરતની કામરેજ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં શિક્ષા રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરીયા સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સમાવિષ્ટ ડુંગરા સ્થિત પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાતે પહુંચ્યા હતા. આ દરમિયાન શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ વર્ગખંડોમાં બાળ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જોકે આ બધુ તો રોજ જોવા મળતી ઘટનાઓમાંનું જ હતું પરંતુ મંત્રીજીએ લોકોને ત્યારે ચોંકાવી દીધા કે જ્યારે તેઓ પોતે ઝાડુ અને પાણી લઈ શાળાનું ટોઈલેટ સાફ કરવા લાગ્યા. આ મુલાકાત દરમિયાન સ્કૂલના ટોયલેટ બાથરૂમની જાતે સાફ સફાઈ પણ તેમણે કરી હતી. ટોઇલેટ અને બાથરૂમની જાતે સાફ સફાઈ કરતો વીડિયો પણ મંત્રીજી એ વાયરલ કરી સ્કૂલ વાળાએ સ્કૂલ માં સાફ સફાઈ કરવાની સલાહ આપી હતી. કહ્યું હતું કે, ટોઈલેટ બાથરૂમ સાફ સફાઈ કરતાં ગર્વ અનુભવું છું, શાળાના શૌચાલયની જાત સફાઈ કરીને વિદ્યાર્થીઓને સફાઈ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું.
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT