હેતાલી શાહ.ખેડાઃ ખેડા તથા આણંદ જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે ખેડૂતોના મો માં આવેલો કોળિયો ગુમાવવો પડયો છે. કમોસમી વરસાદના પગલે તમાકું, ઘઉ, દિવેલા, તૂવેર સહિતના પાકોને નુકસાનના એંધાણ છે. જેને લઇને સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે.
ADVERTISEMENT
મોંઢે આવેલો કોળીયો છીનવાયો
ખેડા તથા આણંદ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી 3 સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. એમાંય ગતરોજ ખેડા તથા આણંદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થયો હતો. જેને લઇને સમગ્ર જિલ્લામાં ખેત પેદાશમાં ભારે નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાયો ગયો છે. ખાસ કરીને તમાકું, ઘઉ, દિવેલા, તૂવેર સહિતના પાકોને નુકસાનના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યારે યુદ્ધના ધોરણે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગણી કરી છે. કેટલાય ખેડૂતોએ વ્યાજે નાણાં લાવી તો કેટલાક ખેડૂતોએ ક્રોપલોનથી તો કેટલાક ધરતીપુત્રોએ તો પાણી, ખાતર વેચાતુ મેળવી ખેતી કરી છે. ને એવામાં ખેડૂતોને પૂરતું વળતર તો દૂર પાકને નુકસાન થયું છે. આ કુદરતના પરચાએ હાલ ખેડૂતોને ચૌધાર આંસુએ રડાવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 241 લોકો થયા કોરોનાથી સંક્રમિત, જુઓ અપડેટ
આ વસ્તુઓનો ભાવ વધશે
કમોસમી વરસાદ ને પગલે સામન્ય જનતા તો હેરાન થઈ રહ્યા છે , પરંતુ ખેડૂતો માટે પણ આ કમોસમી વરસાદ આફત બન્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ કરેલા ઘઉંનો તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે. તૈયાર થયેલા ઘઉમાં વરસાદ પડવાથી દાણો પોચો પડી જતાં પાક નષ્ટ થાય એવી ભીતી છે. અને આ ઉપરાંત ઘઉની ક્વોલિટી પર પણ અસર પડે તેવી શક્યતા છે. જેને લઇને આગામી દિવસોમાં ઘઉની સિઝનમાં ઘઉ મોંઘાદાટ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. તો વળી આવી પરિસ્થિતિ વચ્ચે મરચા, અથણા, કેરીના પણ ભાવ આસમાને રહેશે તેવુ તજજ્ઞો જણાવી રહ્યા છે. હજી આગામી દિવસો દરમિયાન પણ વાતાવરણ આવુ રહેશે તો વધુ નુકશાન પહોચશે તેમ ખેડૂતો કહી રહ્યા છે.
શું કહે છે ખેડૂતો
ખેડા જિલ્લાના ખેડૂત રાવજીભાઈ જણાવ્યું કે, “નુકસાન તો ખાસું છે. પણ શું કહીએ અમે હવે. કારણ કે અમારી હવે કોઈ આશા જ નથી કે 10 કે 15 મણ પણ ઘઉં થાય. આ વરસાદે તો બધું જ બગાડી નાખ્યું છે. હજી તો કાલે જ ઘઉં વાઢયા છે. અમારે આ વખતે નુકસાન ઘણું છે. પાક માટે વ્યાજે પૈસા લાવ્યા હતા. ખાતર, પાણી બધુ વેચાતું લીધું હતું. હવે અમે શું કરીશું ? હવે કઈ સર્વે થાય અને કોઈ સહાય આપે તો સારું..”
વિધાનસભામાં હાર્દિક પટેલે ઉઠાવ્યો બિન અનામત આયોગ અંગે કરી માગ
ખેડૂત દિનેશ પટેલે જણાવ્યું કે, “અચાનક વરસાદ જે આવ્યો એના કારણે જે ઘઉંનો ઊભો પાક હતો, વંટોળીયો અને પવન સાથે આવ્યો એટલે ઘઉં આડા પડી ગયા. અને પાણી પાણી થઈ ગયું ઘઉં પર. એટલે ઘઉંનું નુકસાન 50 થી 75% થયું છે. આ ઘઉંની ક્વોલિટી હવે જે નીકળશે કદાચ 10 – 15 મણનો ઉતારો આવે તો એ બજારને લાયક રહેવાની નથી. આટાબણ માં પણ જઈ શકે નહીં અને વેપારી અત્યારે જે સારા માલના ₹500 જે ભાવ પડતા હોય છે એની જગ્યાએ ₹200 નું મૂલ્યાંકન કરશે. આ મૂલ્યાંકન કરવાથી 10 – 15 મણનો 200 રૂપિયા થાય તો 3000 રૂપિયાનું જ વળતર મળે. તો સામે આઠથી નવ હજાર રૂપિયાનો જે ખર્ચો કર્યો હતો. તે એકંદરે અમારે નુકસાન ભોગવવાનું આવે તેવી પોઝિશન ઊભી થઈ છે. અમને તો સર્વે થાય અને હેક્ટર દીઠ કે જે કંઈ ગવર્મેન્ટ સહાય આપતી હોય તે સહાય કરે તો અમારું જીવન પણ બેઠું રહી શકશે નહીંતર અમે પાયમાલ થઈ જઈશું.”
મહત્વનું છે કે ખેડૂતોએ મહામહેનતે પાક તૈયાર કર્યો હતો, પરંતુ કુદરતી આફતના કારણે જગતનો તાત પાયમાલ થવાના આરે છે. અને સરકાર સામે હવે મીટ માંડીને બેઠા છે, ત્યારે સરકાર આ ખેડૂતોના નુકસાનનો સત્વરે સર્વે કરાવે અને વળતર આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
ADVERTISEMENT