પોરબંદરઃ ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ ઘૂસાડવાના પેંતરાઓ અપનાવાઈ રહ્યા છે. ખાસ કરીને દરિયાના માર્ગે ડ્રગ્સ અને હથિયારોના કન્સાઈનમેન્ટ સતત આવવા લાગ્યા છે ત્યારે પોરબંદરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા 425 કરોડનું હેરોઈન ઘૂસાડવાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. ઈરાની બોટ સાથે એજન્સીઓએ 425 કરોડની કિંમતનું હેરોઈન ઝડપી પાડ્યું છે. આ સાથે જ એજન્સીઓએ પાંચ ક્રુ મેમ્બરની પણ ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં બે દિવસથી વધી રહ્યા છે કોરોનાના કેસઃ અમદાવાદમાં સૌથી વધારે
61 કિલો હેરોઈન કોનું?
ભારતીય જળસીમામાંથી બોટ સાથે 61 કિલો હેરોઈન જઈ રહ્યું હતું. દરમિયાન મળેલી વિગતો પ્રમાણે કાર્યવાહી હાથ ધરીને ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જોઈન્ટ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ICGS મીરાબહેન તથા અભીક શીપ પણ જોડાયા હતા. પોલીસે હાલમાં આ તમામ ક્રુ મેમ્બર્સ પાસેથી વધુ વિગતો મેળવવાા પ્રયત્નો શરૂ કર્યા છે. આ કન્સાઈનમેન્ટ ક્યાં જઈ રહ્યું હતું અને તેની ડિલિવરી ક્યાં તથા કોને થવાની હતી. સાથે જ આ કન્સાઈનમેન્ટ મોકલનાર કોણ છે તે સહિતની વિગતો મેળવવાના પ્રયત્નો એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.
‘અમારી સંસદમાં બંધ કરી દેવાય છે વિપક્ષના માઈક’- લંડનમાં બ્રિટિશ સાંસદોને રાહુલે કહ્યું
(ઈનપુટઃ અજય શીલુ, પોરબંદર)
ADVERTISEMENT