Navsari: મોદીનો ફોટો ફાડવાના ગુનામાં કોંગ્રેસના MLA અનંત પટેલ દોષીત જાહેર, કોર્ટે 1 રૂપિયો પાછો આપ્યો

નવસારીઃ હાલમાં જ રાહુલ ગાંધીને ‘મોદી’ શબ્દ નડી ગયો અને 2 વર્ષની સુરત કોર્ટે સજા ફટકારી છે, એટલું જ નહીં તેમની સંસદની ખુરશી પણ આ…

gujarattak
follow google news

નવસારીઃ હાલમાં જ રાહુલ ગાંધીને ‘મોદી’ શબ્દ નડી ગયો અને 2 વર્ષની સુરત કોર્ટે સજા ફટકારી છે, એટલું જ નહીં તેમની સંસદની ખુરશી પણ આ કારણે છીનવાઈ ગઈ છે ત્યારે નરેન્દ્ર મોદીનો ફોટો ફાડી નાખવા બદલના ગુનામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. વિરોધ પ્રદર્શન, અવાજ ઉઠાવવો, સવાલ કરવા સહિતની બાબતોથી જાણે એક ખાસ પ્રકારના લોકો અંતર કરી રહ્યા હોય તેવો માહોલ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. નવસારીમાં વર્ષ 2017માં ધારાસભ્ય અનંત પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો ફાડી નાખ્યો હતો.

કોણ સાચું? બોર્ડના ચેરમેને કહ્યું કે, પેપર ફુટ્યાની ઘટના સાચી નથી.. યુવરાજ સિંહે કહ્યું એ

શું આપી કોર્ટે સજા
વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પર વર્ષ 2017માં IPC 447 અંતર્ગત કેસ દાખલ થયો હતો. જેમાં તેમના પર ગંભીર આરોપ હતો કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડી નાખ્યું છે. જોકે આ મામલાને લઈને જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો અને ન માત્ર ધારાસભ્ય અનંત પટેલ પણ કોર્ટે તે ઉપરાંત તેમની સાથે ફરિયાદમાં આરોપી તરીકેના પીયુશ ઢીમ્મર, ગુલાબસિંહ રાજપુત અને પાર્થિવ રાજ સિંહને દોષિત ઠેરવ્યા છે.

UP પોલીસ અતીક અહેમદને લઈ પ્રયાગરાજની નૈની જેલમાં પહોંચી, 24 કલાકમાં 1300 KMની કરી મુસાફરી

કોર્ટને 100ની નોટ આપી તો 1 રૂપિયો પાછો આપ્યો
કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની 2017ની હડતાળ દરમિયાન કુલપતિની ચેમ્બરમાં બળજબરીથી ઘૂસેલા અનંત પટેલ, પીયૂષ ધીમ્મર, યશ દેસાઈ અને પાર્થિવ રાજસિંહ સહિતના યુથ કોંગ્રેસના કાર્યકરોએ નવસારીના જલાલપોર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો. 2017માં કૃષિ યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડવા બદલ નવસારી સેશન્સ કોર્ટ દ્વારા ધારાસભ્ય અનંત પટેલને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 99 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અનંત પટેલે કોર્ટમાં દંડ પેટે 100 રૂપિયાની નોટ આપી તો સામે 1 રૂપિયો પાછો પણ આપ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(ઈનપુટઃ રોનક જાની, નવસારી)

    follow whatsapp