સુરેન્દ્રનગરઃ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફિયાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્યાર સુધીના ઈતિહાસમાં આવું કદાચ પહેલી વખત છે કે ખનજી ચોરોને વિભાગે 1.21 અબજ જેવી જંગી રકમનો દંડ કરાયો હોય.
ADVERTISEMENT
ખનીજચોરોના બ્લાસ્ટથી થતી ભૂકંપની અનુભૂતિ
સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામે ખનીચ ચોરીના મામલે ખાણ ખનીજ વિભાગે ચાર ખનીજચોરોને 1 અબજ 21 કરોડ અને 67 લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. મોટા મઢાદ ગામે ખનીજચોરી માપણી કરી અને ચાર ખનીજ ચોરો પર દંડ ફટકારવાની નોટિસ આપવામાં આવી છે. આ ગામે ખનીજ ચોરો બ્લાસ્ટ કરતા હતા. ખનીજ ચોરી માટે અહીં બ્લાસ્ટ કરવામાં આવતા હતા. જેના કારણે ગ્રામજનો પણ ઘણા પરેશાન હતા કારણ કે આ બ્લાસ્ટ જાણે ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ કરાવતા હતા. અહીં સુધી કે આ કારણે ઘણા ઘરોમાં તિરાડો પણ પડી ગઈ છે.
‘મારા પુત્રના મિશનને આગળ વાધરો…’- અમૃતપાલના પિતાએ શીખ સંગતને કરી માગ
કોને થયો કેટલો દંડ
નાના મઢાદ ગામે થતી આ ભૂકંપ જેવી અનુભૂતિ અને તિરાડોથી પરેશાન-ભયભીત લોકોએ આ મામલે તંત્રને રજૂઆતો કરી હતી. જે પછી ખાણ ખનીજ વિભાગે એક્શન હાથ ધરી હતી અને તેમાં વિભાગે રણજીત મસાણીને 14.20 કરોડ, રાજેશ આલને 41.31 કરોડ, જયેશ રબારીને 41 કરોડ, અજીત પગીને 25.14 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ શખ્સોએ કરેલા માઈનિંગને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે.
(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT