નર્મદાઃ ગુજરાતમાં અગાઉ ઘણા પોલીસ કર્મચારીઓ માનસીક તણાવને કારણે જીવન ટુંકાવી ચુક્યા છે. સતત દોડધામ ભરી પોલીસની નોકરીને સરળ કરવાના પણ ઘણા પ્લાન કરવામાં આવ્યા પરંતુ પોલીસ કર્મચારીઓના માથે રહેલી આ ચિંતાઓને સંપૂર્ણ પણે દુરસ્ત કરવામાં હજુ પણ સફળતા મળી નથી. આજે મંગળવારે વધુ એક પોલીસ કર્મચારીએ માનસીક તણાવથી હારી જઈ પોતાના ગળામાં ગાળિયો નાખીને ફાંસો ખાઈ લટકી જવું વધારે સહેલું માની જીવન ટુંકાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે આત્મહત્યા ક્યારેય કોઈ સમસ્યાનો સચોટ ઉપાય નથી છતાં હારી ગયેલા ઘણા લોકો આત્મહત્યા કરીને પોતાના સ્વજનોને પણ તકલીફોના દૌર વચ્ચે મુકી જતા હોય છે.
ADVERTISEMENT
રાજ્યમાં પોલીસ ભરતીની સંઘવીની જાહેરાત પર યુવરાજસિંહ જાડેજા એ કરી ટકોર, જાણો શું કહ્યું ?
પત્નીને સવારે જ ગામડે મોકલી દીધી પછી કર્યો આપઘાત
છોટાઉદેપુરમાં હેડ કોન્સેટબલ તરીકે પાનવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા કલ્પેશભાઈ રાઠવા નામના પોલીસ કર્મચારીએ પોતાના ગળામાં ગાળિયો નાખી આપઘાત કરી લીધો છે. છોટાઉદેપુરના રાણી બંગલા પાછળ આવેલા રાણી બંગલા કંપાઉન્ડમાં ભાડાના મકાનમાં રહેતા કલ્પેશ છોટુભાઈ રાઠવા નામના પોલીસ હે. કોન્સ્ટેબલે આપઘાત કરી લીધાની ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કલ્પેશ રાઠવા મૂળ મોટી સઢલી ગામના રહેવાસી હતા. તેમણે આપઘાત કરતા પહેલા આજે સવારે જ પત્નીને ગામડે મોકલી દીધી અને એકલતામાં આપઘાત કરી લીધો હતો. અહીં સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે છેલ્લા કેટલાક દિવસથી તે માનસીક તણાવ અનુભવતા હતા. જોકે તેઓ કઈ બાબતને લઈને ચિંતામાં રહેતા હતા તે અંગે કોઈ યોગ્ય સ્પષ્ટતા થઈ શકી નથી.
અધિકારીએ એજન્સી સાથે સેટિંગ કરી બારોબાર કરોડોનું કામ આપી દીધું! ચૈતર વસાવાએ CMને કરી ફરિયાદ
છોટાઉદેપુરમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. પોલીસે આ ઉપરાંત હવે મૃતકની અંતિમવિધિ માટે તેમના મૃતદેહને પરિવારને સોંપ્યા પછી વધુ કાર્યવાહી હાથ ધરશે.
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT