ખેડામાં દારૂની રેલમછેલ: પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચના ઘરમાંથી ઝડપાયો દારૂ, ફર્નિચરની આડમાં દારૂની હેરાફેરી

હેતાલી શાહ.ખેડાઃ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. એમાંય ખેડા જિલ્લામાં અવાર નવાર દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. એવામાં ખેડા જિલ્લામાં છેલ્લા 24…

gujarattak
follow google news

હેતાલી શાહ.ખેડાઃ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. એમાંય ખેડા જિલ્લામાં અવાર નવાર દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. એવામાં ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે સ્થળ પરથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપાતા ચકચાર મચી છે. એક તરફ આખડોલમાં બૂટલેગરના ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી દારૂ ઝડપાયો તો બીજી તરફ ગળતેશ્વરના સોનીપુરા પાસેથી આઇસર ટ્રકમાં ફર્નિચરની આડમાં લઇ જવાતો લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પડ્યો છે. આખડોલમાં તો પોલીસે આખડોલ ગ્રામ પંચાયતનો પૂર્વ સરપંચ પ્રફુલ્લ ઉર્ફે સ્વામી સહિત અન્ય બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.

Narmada: એક હાથે બોટલ ચઢ્યો અને બીજા હાથે વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી

પત્ની જિલ્લા પંચાયતના સભ્ય અને પતિ બુટલેગર?
મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લામાં અવારનવાર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે નડિયાદ રૂરલ પોલીસે બાતમીના આધારે નડિયાદ તાલુકાના આખડોલના રણછોડપુરા વિસ્તારમાં રહેતા અને લિસ્ટેડ બુટલેગર અને આખડોલ ગ્રામ પંચાયતનો પૂર્વ સરપંચ પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમારના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી આ બુટલેગર પ્રફુલ ઉર્ફે સ્વામી પરમાર સાથે ભાવિક પ્રફુલ્લ ઉર્ફે સ્વામી પરમાર અને મેહુલ યશંવતભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા. આ ઉપરાંત ઘર નજીક પાર્ક કરેલી ક્રેટા કાર નંબર GJ 23 CB 0226 મળી આવતાં તેમાં તલાસી હાથ ધરી હતી. જેમાંથી અલગ-અલગ માર્કાની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતા કુલ રૂપિયા 91 હજાર 200 તથા ગુનામા વપરાયેલી કાર પણ કબ્જે કરી હતી. આ ઉપરાંત ઘરમાંથી પણ આશરે 4400 રૂપિયાની દારૂ પકડાયો હતો. જેને લઇને પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી 3 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આખડોલ ગ્રામપંચાયતનો પૂર્વ સરપંચ ભાજપનો હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે હાલમાં તેમના પત્ની જિલ્લા પંચાયતના સભ્ય છે. અને ઘણા સમયથી આ બૂટલેગર પ્રફુલ ઉર્ફે સ્વામી વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ હતો. અગાઉ ત્રણ મહિના પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પ્રફુલ્લ ઉર્ફે સ્વામીના ઘરે રેડ કરવામાં આવી હતી. જેમાં 19 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. ત્યારે 12.40 લાખ નો વિદેશી દારૂ ઝડપાયો હતો. પ્રફુલ ઉર્ફે સ્વામી છેલ્લા ઘણા વર્ષો થી ખેડા જિલ્લામાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. આજે દારૂ સાથે ઝડપાતા આ મામલો હાલ ચર્ચે ચઢ્યો છે.

ખેડા જિલ્લાના ખેડૂતોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ, કેનાલમાં ગાબડું પડતાં 70વીઘા કરેલ પાકને નુકસાન

ટ્રકમાંથી પોલીસે ઝડપ્યો લાખોનો દારુ
તો બીજી તરફ ગળતેશ્વરના સોનીપુરા પાસેથી આઇસર ટ્રકમાં ફર્નિચરની આડ લઇ જવાતો લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો છે. જેમાં સેવાલીયા પોલીસે સોનીપુરા પાસે ગોધાર તરફથી આવતી આઈસર ટ્રકને અટકાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સેવાલીયા પોલીસના માણસોને માહિતી મળી હતી કે, સોનીપુરા પાસેથી એક આઈસર ટ્રક દારૂની હેરાફેરી કરી અમદાવાદ તરફ જાય છે. જેથી પોલીસે વોચ ગોઠવી ગોધરા તરફથી બાતમીવાળી બંધ બોડીની આઈસર ટ્રક નંબર MP 37 GA 3469 આવતાં તેને અટકાવાઈ હતી. ટ્રકમાં ડ્રાઈવર અને ક્લિનરની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ રાજકુમાર સુમરેસીગ મહોરસીગ જાટ અને સુમિત કપુરસિગ ચૌધરી હોવાનું જણાવ્યું હતું. બાદમાં વાહનની તપાસ હાથ ધરતાં તૂટેલો, ફુટેલો ફર્નિચર હતો તેને ઉથલાવી જોતાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે આ બંન્નેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી દારૂની ગણતરી કરતા લાખોની માત્રામા દારૂ મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે દારુ સહિત પકડાયેલા આરોપી પાસેથી મોબાઇલ ફોન તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂપિયા 19 લાખ 43 હજાર 924નો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો હરીયાણાના અનીશ ઉર્ફે સુનીલ જગદીશ જાટે ભરી આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે કુલ 3 ઈસમો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    follow whatsapp