હેતાલી શાહ.આણંદઃ ખેડા જિલ્લાના માતર તાલુકાના એક ગામમાં સાવકા પિતાએ 11 વર્ષ અને 10 મહિનાની સગીર દીકરી સાથે બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હતી. જે અંગે માતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી મુસ્તુફા મિયાણાની ધરપકડ કરી હતી. જે કેસ નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટએ આરોપીને દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના મહેલજ ગામની સીમમાં વર્ષ 2022માં સગીરાને ધાક ધમકી આપી તેની ઉપર પાંચ માસ સુધી દુષ્કરમાં આચારનાર બાળકીના સાવકા પિતાને નડિયાદ કોર્ટે મૃત્યુ દંડ એટલે કે ફાંસીની સજા ફટકારી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં વધુ એક પોલીસકર્મીનો આપઘાતઃ એક જ દિવસમાં બે ઘટના, જુનાગઢના જવાને વાડીમાં કર્યું સ્યુસાઈડ
શું બન્યો હતો બનાવ
માતર તાલુકાના એક ગામમાં રહેતા અને મુળ ગોધરાનો 28 વર્ષિય મુસ્તુફા હનીભાઈ ઉર્ફે બાબુભાઈ મીંયાણાના લગ્ન એક વિધવા મહિલા સાથે થયા હતા. મુસ્તફા સાથે લગ્ન કરીને આવેલી વિધવાને અગાઉના પતિથી ત્રણ દીકરીઓ હતી. જેમાંથી એક દીકરીના લગ્ન અમદાવાદ ખાતે થઈ ગયા હતા અને બાકીની બે દીકરીઓ સાથે તે પોતાના બીજા પતિ મુસ્તુફા સાથે અગાઉ અમદાવાદ ખાતે રહીને કામ ધંધો કરતા હતા. પરંતુ માતરના એક ફાર્મ હાઉસમાં દેખરેખ માટે કોઈની જરૂર હોવાથી આ પરિવાર ફાર્મ હાઉસના દેખરેખ માટે ફાર્મ હાઉસમાં રહીને મજૂરી કામ કરવા લાગ્યા હતા. જ્યારે ફાર્મ હાઉસમાં કોઈ ન હોય તે વખતે આ મુસ્તુફા પોતાની 11 વર્ષ 10માસની સાવકી પુત્રીને ધમકાવીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. એકધાર્યા પાંચ મહિના સુધી આ મુસ્તુફાએ પોતાની સાવકી પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું. પોતાની હવસ સંતોષવા માટે તે સગીરાને આ વાતની કોઈને જાણ કરીશ તો તને અને તારી મમ્મીને મોતને ઘાટ ઉતારી દઈશ તેવી ધમકી પણ આપતો હતો. જેના કારણે ધાકધમકી આપીને ડરાવી ને રાખેલી સગીર સાવકી દીકરી પણ કોઈને કંઈ કહી શકી નહીં. પરંતુ સગીરાને શારીરિક તકલીફો થતાં તેને દવાખાને લઈ જવામાં આવી, ત્યારે સગીરાની માતાને ડોકટર દ્વારા જાણવા મળ્યું કે સગીરાને 3 માસનો ગર્ભ રહ્યો છે. જેને લઇને માતાએ દીકરીની પૂછપરછ કરતાં સમગ્ર હકીકત સામે આવી હતી.
‘તમામ ગુજરાતીઓ ઠગ છે, તપાસ એજન્સીઓ વધારે સતર્ક રહે’ તેજસ્વી યાદવનું વિવાદિત નિવેદન
માતાએ જ નોંધાવી દીધી ફરિયાદ
પોતાના પતિએ જ દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા માતાએ માતર પોલીસ મથકે આરોપી સાવકા પિતા મુસ્તુફા સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ આજે નડિયાદના સ્પેશ્યલ પોક્સો જજ પી પી પુરોહિતની કોર્ટમાં ચાલી જતા, સરકારી વકીલ ગોપાલ વી ઠાકુરની દલીલોને તેમજ 12 શાહેદોના પુરાવા અને 44 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને આરોપી મુસ્તુફા ને મૃત્યુ દંડની સજા ઉપરાંત ભોગ બનનારને રૂપિયા બે લાખ ચૂકવી આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.
ADVERTISEMENT