ખેડામાં ચોર સમજી પતાવી દેનારા 7 સામે હત્યાનો ગુનો દાખલઃ મોબલિંચિંગના આરોપીઓ જેલમાં

હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં બનેલી મોબલિંચિંગ ઘટનામાં પોલીસ 7 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 7…

gujarattak
follow google news

હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં બનેલી મોબલિંચિંગ ઘટનામાં પોલીસ 7 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 7 આરોપીઓમાંથી 1 આરોપી પ્રાથમિક શાળાના શિક્ષક છે. અને તે પણ આ ઘટનામાં શામિલ હતા જેને લઇને પંથકમાં ચકચાર મચી છે.

પોલીસે મેળવ્યા આરોપીઓના રિમાન્ડ, જાણો કોણ પકડાયું?
છત્તીસગઢના બલરામપુર જિલ્લાના વાડજ નગર તાલુકાના મરના ગુરમુટ્ટી પંચાયત ગામે રહેતા આશરે 30 થી 35 વર્ષીય રામકેશ્વર રામસુંદર ખેરવાર મજૂરીનુ કામ માંગવા17 તારીખે અમદાવાદ આવ્યો હતો, પણ નોકરી ન હોવાથી અથવાતો નોકરી કરવાનુ ના ગમ્યું હોવાથી તે પરત પોતાના વતન જઈ રહ્યો હતો, દરમ્યાન ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુઢાવણસોલ ગામના આશરે 6 જેટલા લોકોએ ભેગા મળીને રામકેશ્વરને ચોર સમજી માર માર્યો હતો. એટલું જ નહી માથાના ભાગે તિક્ષ્ણ હથીયાર વડે માર મારવામાં આવ્યો હતો. જેની જાણ મહેમદાવાદ પોલીસને થતા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી રામકેશ્વરને છોડાવી 108 ઈમરજન્સી વાન મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં તે સમયે મહેમદાવાદ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ નોંધ્યો હતો. દરમિયાન પોલીસે આ ઘટનામાં વિષ્ણુ સોઢા પરમાર, લાલસિંહ સોઢા પરમાર, સુરેશ સોઢા પરમાર, ગણપત ડાભીની અટકાયત કરી હતી અને ચારેય વ્યક્તિને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. અને એક દિવસના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા હતા. આ સમગ્ર બનાવ દરમિયાન તેમની સાથે અન્ય કેટલા વ્યક્તિઓ સામેલ હતા તે અંગેની પોલિસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસે વધુ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં જગદીશ પરમાર, વિક્રમભાઈ સોઢા પરમાર, કિરિટ ચૌહાણની ધરપકડ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 143 147 302 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અદાણી પછી હિંડનબર્ગના નિશાના પર આ કંપની, એક પછી એક ઘણા ખુલાસા, શેર ડાઉન

નિવૃત્તિના થોડા જ દિવસો બાકી હતા અને…
આ સમગ્ર ઘટનામાં મહેમદાવાદ પોલીસે વાયરલ વીડિયોના આધારે આશરે 21 જેટલા વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. જેમાંથી સાત આરોપીઓ ને ઝડપી પાડ્યા છે. નવાઈની વાત તો એ છે કે, આ સાત આરોપીમાંથી આ ઘટનામાં એક શિક્ષક પણ સામેલ છે. સુરેશભાઈ સોઢા પરમાર કે જેઓ મહેમદાવાદના ગાળવા ગોઠાજ ગામે ઘણા વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમને રિટાયર્ડ થવામાં થોડાક જ મહિનાઓ બાકી છે. જેને લઈને એક અનુભવી શિક્ષક આવી ઘટનાને અંજામ આપી શકે જ કેમ તે ચર્ચા હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે.

મૃતકના પરિજનોને આપી આર્થિક સહાય
જોકે આ ઘટના બનતા મૃતક યુવકના પરિજનો તથા તે પહેલા અમદાવાદના જે મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતો હતો તેના અધિકારીઓ પણ મહેમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં પોલીસ ગ્રામજનો તથા મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા મૃતકના પરિજનોને આર્થિક સહાય પણ કરવામાં આવી છે. જેમાં આ તમામે ભેગા મળીને પરિવારજનોને એક લાખ રૂપિયાની સહાય કરી છે. એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાને લઈને એક તરફ ગ્રામજનોની માનવતા છલકાઈ છે, તો બીજી તરફ આ જ ગામના શિક્ષક સહિતના સાત લોકોની નિષ્ઠુરતા પણ જોવા મળી છે. એટલે હદ સુધી ને કે જે શિક્ષક છે સુરેશભાઈ સોઢા પરમાર તેઓ રામકેશ્વરને સિગરેટના ડામ પણ આપ્યા હતા જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp