જામનગરમાં ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટેની તૈયારીઓ, લોકોને ભાગ લેવા અપીલ

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ પક્ષાીઓની સારવાર આપવા માટે કરૂણા અભિયાનના ભાગરૂપે વિવિધ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા…

gujarattak
follow google news

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ પક્ષાીઓની સારવાર આપવા માટે કરૂણા અભિયાનના ભાગરૂપે વિવિધ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.10/01/2023 થી તા.20/01/2023 સુધી જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પોલિસ હેડ કવાટર પાછળ, ફુલચંદ તંબોલી આવાસથી આગળ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત સોનલનગર ઢોર ડબા ખાતે ઘાયલ પક્ષાીઓની સારવાર કરવા માટે ”બર્ડ કેર અને સારવાર સેન્ટર” ઊભુ કરવામાં આવ્યું છે.

અરે… વીજતારને દોરી જેવી ઢીલ ન અપાયઃ પાલિતાણામાં PGVCLનું બુદ્ધીનું પ્રદર્શન અને જીવ ગયો

શહેરીજનો પણ શક્ય એટલી મદદમાં આવજોઃ અપીલ
જામનગર પાલિકા દ્વારા આ તહેવાર દરમિયાન અબોલ જીવોને ખાસ કરીને દોરીના કારણે થતી ઈજાઓ અને જાનહાનીને પહોંચી વળવા માટે તૈયારીઓ લગભગ પુરી કરી દેવાઈ છે. આવતીકાલથી સતત અને પળે પળે આ જીવો માટે જોખમની ક્ષણો શરૂ થવા જઈ રહી છે ત્યારે આ તૈયારીઓ પણ એટલી જ જરૂરી બની છે. આ સેન્ટર ખાતે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષાીઓને સવારે 9.00 થી સાંજના 5.00 વાગ્યા દરમ્યાન સારવાર આપવામાં આવશે, જાહેર જનતાએ ઘાયલ પક્ષીઓની સારવાર જામનગર મહાનગરપાલિકા દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાનો લાભ લેવા તથા ઘાયલ પક્ષીઓની સારવાર લેવા, આ કરૂણા અભિયાનમાં સહકાર આપવા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.

(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

 

    follow whatsapp