વિધાનસભામાં હાર્દિક પટેલે ઉઠાવ્યો બિન અનામત આયોગ અંગે કરી માગ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની માગણી પર ચર્ચા વખતે ધારાસભ્ય હાર્દિક પટેલે બિન અનામત આયોગની પણ સમિતિ બનાવવાની માગ કરી હતી.…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની માગણી પર ચર્ચા વખતે ધારાસભ્ય હાર્દિક પટેલે બિન અનામત આયોગની પણ સમિતિ બનાવવાની માગ કરી હતી. બિન અનામત વર્ગના લોકો માટે અલગ વ્યવસ્થા કરવાની પણ તેમણે માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બિન અનામત આયોગ સમિતિના ગઠનની માગ ઉઠવા પામી છે.

રાહુલ ગાંધીએ સદસ્યતા ગુમાવી હવે 2024 માં ભાજપને ટક્કર આપવા વિપક્ષ એક થશે?

વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએઃ હાર્દિક પટેલ
ગુજરાત વિધાનસભા ગૃહમાં હાર્દિક પટેલે કહ્યું કે બિન અનામત આયોગની પણ સમિતિ બનવી જોઈએ. આ વર્ગના વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. પુસ્તકથી લઈને ફી પણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અગાઉ અલ્પેશ ઠાકોરે પણ આવી જ એક માગણી કરી હતી ત્યારે બક્ષી પંચના અલગ મંત્રી બનાવવાની રજૂઆત કરી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp