હેતાલી શાહ.આણંદઃ હાલમાં ઓર્ગેનિક ખેતીનું ચલણ વધ્યું છે એવામાં ખેડા જિલ્લામાં હવે નક્ષત્ર આધારિત ખેતી થતાં સૌ કોઈ આશ્ચર્ય પામ્યા છે. જી હા, ખેડાના બોરિયાવિમાં એક ખેડૂત નક્ષત્ર આધારિત ખેતી કરે છે. અને એટલે જ ખેતીમાં નવતર અભિગમ બદલ સરકાર દ્વારા ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ બોરસદ ખાતે સરદાર પટેલ કૃષિ સંશોધનનો એવોર્ડ ખેડૂતને આપવામાં આવ્યો છે. સાથે જ આ ખેડૂત બટાકાની સુકી વેફર બનાવી ગ્રાહકોને ડિજિટલ માર્કેટિંગના આધારે સીધુ જ ઓનલાઈન વેચાણ પણ કરે છે.
ADVERTISEMENT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 241 લોકો થયા કોરોનાથી સંક્રમિત, જુઓ અપડેટ
કોણ છે આ ખેડૂત
“જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ” ઝવેરચંદ મેઘાણીની આ પ્રખ્યાત પંક્તિને જીવન ચરીતાર્થ કરતા ખેડા જિલ્લાના બોરીયાવી-કણજરીના ૪૦ વર્ષીય દેવેશભાઈ રમેશભાઈ પટેલ, કે જેઓએ કણજરી- વૃંદાવન ફાર્મ ખાતે ખેતીમાં અનેકવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરી ચરોતરના ખેડુતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આ વર્ષે ખેતીમાં કુલ ૩ વીઘામાં દેવેશભાઈએ નક્ષત્ર આધારિત ખેતી કરી, ૫૨ વીઘા ૧૯૩ બેગ એટલે ૯,૬૫૦ કિલો એમ કુલ ૨૮,૯૫૦ કિલો (૨૮૯.૫ ક્વિન્ટલ) બટાકાનું બમ્પર ઉત્પાદન કર્યું છે. આ બટાકાને તેઓ પોતાના કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખે છે.
અમેરિકાના વીઝા હાથમાં હતા પણ ખેતી માટે સમર્પિત થયા
વર્ષ ૨૦૦૪માં દેવશભાઈને યુએસ માટેના વીઝા મળ્યા હતા. ખેતીમાં તેની રુચિ હોવાને લીધે તેમણે વિદેશ જવાનું પસંદ ન કર્યું. ઉપરાંત પોતાની કમ્પ્યુટર એન્જીનીયરીંગ ફીલ્ડની જોબ પણ ન સ્વીકારતા પોતાના બાપ-દાદાની વારસાગત ખેતીને નવા અભિગમથી શરૂઆત કરી. અને વર્ષ ૧૯૯૨થી ઓર્ગેનિક ફાર્મિંગ સાથે જોડાયેલ દેવેશભાઈ પટેલે નક્ષત્ર આધારીત પદ્ધતિથી ખેતી કરવાનું શરૂ કર્યું. આ વર્ષે દેવેશભાઈએ ત્રણ વીઘા પ્લોટની અંદર લોકર વેરાઈટીના બટાકા વાવેતર કર્યા હતા. જેમાં તેમણે બટાકાનુ વાવેતર, ખાતર, રોગ જિવાત નિયંત્રણ સહિતની લણણી સુધીની પ્રક્રિયા નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિથી અપનાવી હતી. દેવેશભાઈ આજે પોતાની ૫૦ વીઘા જમીનમાં મુખ્યત્વે કંદમૂળ, શાકભાજી અને હોર્ટીકલ્ચરની ખેતી કરી રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૮થી સર્ટિફાઇડ ઓર્ગેનિક ફાર્મર છે.
નવસારીમાં ચેઈન સ્નેચિંગની ઘટનામાં ઘાયલ મહિલાનું મોતઃ 4 આરોપીઓની ધરપકડ
ચંદ્રના પ્રકાશથી પ્રબાવિત થાય છે પાણીઃ ખેડૂત
તો નક્ષત્ર આધારિત ખેતીની વાત કરતા ખેડા-નડિયાદના મદદનીશ બાગાયત અધિકારી જૈમિનભાઈ પટેલ જણાવ્યું કે, “વનસ્પતિના છોડમાં પાણીનું સવિશેષ પ્રમાણ ચંદ્રના પ્રકાશથી સતત પ્રભાવિત થતુ હોય છે. જો ચંદ્ર પ્રકાશની અસરને સમજીને પાકની વાવણી, લણણી વગેરે કરવામાં આવે તો ખેડૂતને ખેતીમાં સારા પરિણામો મળતા હોય છે.”
દેવેશભાઈ એક આધુનિક ખેડૂત છે. તેઓ જુદી જુદી યુનિવર્સિટીઓમાં જઈ ત્યાંથી ખેતી વિષયક સંશોધનો વિશે સતત માહિતગાર રહે છે. ખેતીના નવતર સંશોધનોનુ પોતાના ખેતરમાં પ્રયોગો દ્વારા પરીક્ષણ કરે છે અને ત્યારપછી તેઓ જાત અનુભવથી પોતાની ખેતીના સફળ પ્રયોગોને અન્ય ખેડૂતો માટે ખુલ્લા મુકીને ખેતીની નવી પરીકલ્પના ઊભી કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની પોતાની વેબસાઈટ છે જેમાં તેઓ ખેતીના પ્રયોગોની વિગત સમયે સમયે અપલોડ કરતા રહે છે. તેમણે આદુ હળદરની વેરીટી પેટન્ટ પણ સબમિટ કરાવેલી છે.
દેવેશભાઈની ખેતીને લઈ નવતર અભિગમ બદલ તેમને સરકાર દ્વારા ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ બોરસદ ખાતે સરદાર પટેલ કૃષિ સંશોધનનો એવોર્ડ તેમજ રૂપિયા ૫૧ હજાર રકમ મળી છે. સાથે જ દેવેશભાઈ તેમના બટાકાની સુકી વેફર બનાવી ગ્રાહકોને ડિજિટલ માર્કેટિંગના આધારે સીધુ જ ઓનલાઈન વેચાણ પણ કરે છે. અને આગામી ટુંક જ સમયમાં દેવેશભાઈ પોતાના ખેતરમાં સોલર સિસ્ટમ પણ લગાવવાનુ આયોજન કરી રહ્યા છે. આજની પરિસ્થિતિમાં ખેતીમાં રહેલા અવરોધક પરીબળોની વાત કરતા દેવેશભાઈએ જણાવ્યું કે, “હવેના સમયમાં ફક્ત ખેતી કરીને બજારમાં સીધો માલ વેચવાથી ખેતીમાં થયેલ ખર્ચને પહોંચી વળવુ મુશ્કેલ છે. માટે ખેડૂતોએ પોતાની ખેત-પેદાશોનું વેલ્યુ એડીશન કરવુ ખુબ જ જરૂરી છે.”
શું છે નક્ષત્ર આધારિત ખેતી?
ખેડૂતના જણાવ્યાનુસાર, નક્ષત્ર આધારિત ખેતી ઋષિમુનિઓ દ્વારા માન્ય એક ખેતીનો પ્રકાર છે, એક વિજ્ઞાન છે. તેને બાયોડાયેનેમિક ખેતી પણ કહે છે. ઈન્ટરનેટ અને ગુગલ પર લ્યુનર કેલેન્ડર ઉપલબ્ધ છે. નક્ષત્ર આધારિત ખેતી એટલે એક ચંદ્રની કળાઓની પૃથ્વી પર થતી અસરો મુજબ કરવામાં આવતી ખેતી.
કિરણ ખેર બાદ પૂજા ભટ્ટ પણ કોરોનાના સકંજામાં, ટ્વિટ કરી આપી માહિતી
વનસ્પતિ જીવન નિયમિત ઉત્પાદન દર હાંસલ કરવા માટે સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓના અસ્તિત્વથી પ્રભાવિત થાય છે. નક્ષત્ર પ્રમાણે કરવામાં આવતી કૃષિ પદ્ધતિઓ જેમ કે ખેતરની તૈયારી, વાવણી, ખાતર, લણણી વગેરે વધુ અસરકારક અને ફાયદાકારક હોય છે. દરેક નક્ષત્રમાં રહેલો પ્રબળ મૂળભૂત પ્રભાવ છોડના ચાર ચોક્કસ ભાગોને અસર કરતા હોય છે. જેમ કે, બીજ/ફળો- અગ્નિ સાથે સંકળાયેલા છે. હૂંફ/ઉષ્મા વિના કંઈ પાકતું નથી. કંદ/મૂળ- પૃથ્વી સાથે સંકળાયેલા છે. પૃથ્વી વિના કોઈ આધાર અને જમીન નથી. ફૂલો – હવા અને પ્રકાશને અનુરૂપ છે. હવા વિના પ્રકાશ નથી અને પાંદડા-પાણી સાથે સંકળાયેલા છે.
જો પ્રત્યેક વનસ્પતિ/છોડની વિકાસ ઢબને સમજી શકાય તો ફસલ માટે જમીનની તૈયારી, વાવણી અને લણણીનો યોગ્ય સમય જાણી શકાય છે. આ રીતે, બાયોડાયનેમિક કેલેન્ડરની શરૂઆત કરવામાં આવી હતી. બાયોડાયનેમિક એગ્રીકલ્ચરની એક વિશેષતા એ છે કે તે તમામ પાકને પશુધન, પોષક તત્વોના રિસાયક્લિંગ, માટી સંરક્ષણ, પ્રાણીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે એકીકૃત કરે છે. તેથી, એમ કહી શકાય કે બાયોડાયનેમિક ખેતી પ્રકૃતિના તત્વો વચ્ચે સુમેળ સાધે છે.
ADVERTISEMENT