હેતાલી શાહ.નડિયાદઃ ગુજરાતની જનતા ઉત્સવપ્રિય હોય છે અને એમાંય ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે કે ઉત્તરાયણ. ઉત્તરાયણમાં બે દિવસ લોકો બધું જ છોડીને પતંગ ચગાવવાનો આનંદ મેળવતા હોય છે. આ એક એવો તહેવાર છે કે જ્યાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ આ તહેવારનો આનંદ માણતા હોય છે. આમાં આજે સૌ કોઈ તો પરિવાર સાથે ઉત્તરાયણ પર્વનો ઉત્સવ મનાવી રહ્યા છે પરંતુ આપણે એ કેવી જગ્યાની વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં માત્ર વૃદ્ધો ઉત્તરાયણ પર્વનો આનંદ માણી રહ્યા છે. આ સ્થળ છે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલું દિકરાનું ઘર.
ADVERTISEMENT
ગુજરાત GAS કેડર હસ્તકના અધિકારીઓની IAS તરીકે કરવામાં આવી નિમણુંક
શાળાના બાળકો આવી પહોંચ્યા દાદા-દાદી સાથે પતંગ ચગાવવા
દિકરાનું ઘર એ નામ જ પુરતું છે, સમજવા માટે કે અહીંયા કોણ રહેતું હશે. દિકરાના ઘરમાં જેના સંતાનો પોતાના માતા પિતાને તરછોડીને જતા હોય છે, અથવા તો એકલવાયું જીવન જીવતા લોકો હોય છે, તેઓ અહીં આવીને રહેતા હોય છે. અને આ સંસ્થા નિઃશુલ્ક તમામ લોકોની સેવા કરે છે. તેમના રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, જીવન જરૂરિયાતની તમામ વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થામાં આશરે 75 થી 80 જેટલા વૃદ્ધો રહે છે. વૃદ્ધોને પોતાના પરિવાર જેવો માહોલ મળે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવતી હોય છે. ત્યારે આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે. આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પણ વૃદ્ધો પોતાના બાળપણ પોતાના યુવાનીના દિવસો યાદ કરી શકે અને આ તહેવારની ઉજવણી કરી શકે અને એક પરિવાર જેવો માહોલ મળી શકે તે માટે પતંગ ચગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ પણ આ સમયે ખાસ વૃદ્ધોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ અહીંયા આવી પહોંચ્યા હતા. અબાલ વૃદ્ધો સૌ કોઈ અહીંયા પતંગ ચગાવીને આનંદ મેળવી રહ્યા હતા. દરમિયાન ઉજવણીનો માહોલ જ કંઈક અલગ જોવા મળ્યો હતો.
IAS અધિકારી પર મહિલા અધિકારીએ સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો
ઉંધિયા, જલેબીની પણ લિજ્જત
સાથે જ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની પણ લિજ્જત માનવામાં આવતી હોય છે. ત્યારે આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખાસ દિકરાના ઘરમાં ઊંધિયાની પણ તૈયારીઓ જે આ દિકરાના ઘરમાં મહિલાઓ રહે છે તે તૈયારીઓમાં લાગી ગયા છે. એક પરિવારમાં તહેરવાર સમયે જે માહોલ હોય છે, તેવોજ માહોલ આજે આ દિકરાના ઘરમાં જોવા મળ્યો છે. અહીંયા રેહતા વૃદ્ધ રાજીવ ભાઇ ગુજરાત તક સાથે વાત કરતા જણાવે છે કે, ” અહીંયા અમને ઘર જેવો માહોલ લાગી રહ્યો છે. પેહલા હું બીજા ઘરડા ઘરમાં રહેતો હતો, પરંતુ છેલ્લા ૪ મહિનાથી હું અહીંયા આવ્યો છું. અહીંયા ઘણી મજા આવે છે. પરિવાર જેવું લાગે છે. આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ ઉત્સાહથી કરાઈ છે. અમે તો આજે વૃદ્ધ નઈ યુવાન થઈ ગયા હોય એવો ઉત્સાહ આવી ગયો છે. અત્યારે પતંગ ચગાવિશું, ઉંધીયું, જલેબી ખાઈશું, અને આજે મજ્જા કરીશું.”
Jamnagar માં Uttarayan ને લઈને પતંગરસિકોમાં ઉત્સાહ
ઉત્તરાયણ જ નહીં તમામ તહેવારોમાં આટલી જ ખુશીઃ સંચાલક
તો દિકરાના ઘરના સંચાલક મનુ મહારાજ જણાવી રહ્યાં છે કે, “જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત જે દિકરાનું ઘર છે, તેમાં 75 થી 80 વડીલો આશરો લઈ રહ્યા છે. આ દરેક વડીલોને આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીયા સૌ દાદા પતંગ ચઢાવી રહ્યા છે. અહીં ભોજનની અંદર ઊંધિયું, પૂરી, જલેબી તેમજ અન્ય મીઠાઈ સાથે આજે એમનું ભોજન પણ તૈયાર છે. જેટલા પણ વૃદ્ધો રહે છે તે દરેક વૃદ્ધો નિઃશુલ્ક રાખવામાં આવે છે. એમની પાસે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. દિવસની અંદર એમની જે કામગીરીઓ છે, સવારે ઉઠ્યાથી લઈને રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા, સવારમાં ચા નાસ્તાની વ્યવસ્થા, બપોરે જમવાની વ્યવસ્થા, સાંજે પણ નાસ્તો અને જમવાની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ તેમના સ્વાસ્થ્યને અનુરૂપ ભોજન સંસ્થા તરફથી આપવામાં આવે છે. રાત્રે બે વાગ્યે પણ જો તેઓને ભૂખ લાગી હોય ત્યારે અહીંયા નાસ્તાના ડબ્બા પણ ખુલ્લામા મૂક્યા હોય છે કે જેથી તેઓ પોતાની જાતે લઈને ખાઈ શકે. ઉત્તરાયણનો પર્વ એટલે દાનનો પર્વ અને ઉતરાણ પર્વ નિમિત્તે ઘણા બધા લોકો દાન કરવા માટે આવ્યા છે અને અમે બધાને અપીલ કરી રહ્યા છે કે આપની આજુબાજુમાં કોઈ પણ સંસ્થાઓ હોય કે, જે સંસ્થા સારું કામ કરી રહી હોય ત્યાં જઈને ચોક્કસ દાન કરજો. કારણ કે આજનો દિવસ દાનનો પર્વ છે અને દાનનો મહિમા પણ છે. અહીંયા દરેક તહેવાર ધામ ધૂમથી મનાવવામાં આવે છે. એ નવરાત્રી હોય કે પછી દિવાળી, હોળી ધુળેટી, ઉત્તરાયણ, ગણપતિ મહોત્સવ તમામ ઉત્સવ અહીયા ધામધૂમથી મનાવવામાં આવે છે.”
તહેવારોની ખરા અર્થમાં ઉજવણી પરિવાર સાથે હોય છે પરંતુ આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી નડિયાદના દિકરાના ઘરમાં સ્નેહના સંબંધે બંધાયેલા પરિવાર સાથે કરવામાં આવી અને અહીં રહેતા તમામ વડીલો પર્વની ઉજવણી કરી આનંદની લાગણી અનુભવી.
ADVERTISEMENT