ભાવનગરઃ ભાવનગરના ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ ડમીકાંડમાં કૌભાંડો ખુલ્લા પાડવાની વાત કરતો હતો તે વ્યક્તિ જ આજે પાંજરે પુરાયો છે.
ADVERTISEMENT
ભાજપ પ્રદેશ પ્રમુક આજે ભાવનગરના 301મા જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ભાવનગર આવ્યા હતા. દરમિયાન તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધીને નમન કર્યું હતું. તેમની સાથે સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુ વાઘમાણી, સેજલ પંડ્યા અને મેયર પણ હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી હતી અને તેમાં તેમણે યુવરાજસિંહની ધરપકડ અંગે કહ્યું હતું.
શું બન્યું? જાણો ટુંકમા
ગુજરાતમાં સરકારી પરીક્ષાઓને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ઘણા ખુલાસા કરવામાં આવ્યા હતા. પેપર લીક થવાથી લઈને, ડમી પરીક્ષાર્થીઓથી પરીક્ષા પાસ કરવી, નકલી પ્રમાણપત્રો આપવા, નકલી માર્કશિટ રજૂ કરવા મામલાઓમાં યુવરાજસિંહે ઘણા નામો ઉજાગર કર્યા હતા. જોકે તે પછી યુવરાજસિંહ પર અમુક નામો નહીં ઉજાગર કરવાથી લઈને ઘણી બાબતોમાં રૂપિયા પડાવવાને લઈને આરોપો લાગ્યા હતા. યુવરાજસિંહને આ મામલે ભાવનગર પોલીસનું સમન્સ આવ્યું અને તે પછી યુવરાજસિંહની પુછપરછ બાદ ધરપકડ અને પછી કોર્ટમાંથી 7 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. હવે આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે.
ક્ષણમાં જ માતમમાં ફેરવાઈ ગયો ખુશીનો માહોલ! નબળા હૃદયનાઓ ન જોતા આ Video
નિર્દોષોને પણ દબાવ્યા, દોષિતો પાસેથી પણ રકમ પડાવીઃ પાટીલ
સી આર પાટીલે કહ્યું કે, જે વ્યક્તિ પહેલા કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો તે જ આજે આરોપીના પાંજરે છે. સ્વાભાવિક છે જો આવા કોઈ કાંડ થતા હોય તો તેની માહિતી પહેલા પોલીસ અને પત્રકારોને મળતી હોય એના બદલે આખા રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએ ડમી પરીક્ષા આપવા જતા કે પેપર લીક થવાની સૌથી પહેલી માહિતી તે વ્યક્તિને મળતી હતી. પોલીસ પાસે પણ જે માહિતીના સ્ત્રોત હોય તે ગુનેગારો પાસેથી જ આવાત હોય છે. જે આરોપી પકડાયો છે તે પણ કોઈ ગુના સાથે સંકળાયેલો હશે, જેના કારણે આમ થાય. આજે આખા રાજ્ય અને દેશે જોયું કે વ્યક્તિ પોતે આવા કૌભાંડો ઉજાગર કરવાની વાતો કરતો, તે પોતે પાંજરે પુરાયો છે. કરોડો રૂપિયા ભેગા કર્યા છે. નિર્દોષોને પણ દબાવ્યા છે કેટલાક દોષિતો પાસેથી મોટી રકમો પડાવી છે. જેના વીડિયો અને પુરાવા પણ પોલીસે મેળવ્યા છે. મને લાગે છે કે તપાસમાં ઘણા નામો સામે આવશે.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT