ભાર્ગવી જોશી.જુનાગઢઃ ગીરનું જંગલ વન્ય પ્રાણીઓ માટે છે, લોકોના ફરવાનું સ્થળ નથી… જંગલમાં ફક્ત સિંહ જ ફરશે, દર્શનાર્થીઓ નહીં, જંગલ વન્ય પ્રાણીઓ માટે છે તમારા માટે નહીં… આવી ઘણી આકરી ટીપ્પણીઓ સાથે હાઈકોર્ટે જંગલમાં દખલ કરવા માગતા માણસને સ્પષ્ટ રીતે ગીરને ટુરિસ્ટ પ્લેસ સમજી બેઠેલાઓને મેસેજ આપતા એક અરજીની સુનાવણી કરી છે. ગીરના જંગલમાં આવેલા મંદિરોના 24 કલાક દર્શન થઈ શકે તેના માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે કેટલાક કડક વલણ સાથે ઘણી બાબતોની સ્પષ્ટતા કરી દીધી છે.
ADVERTISEMENT
અગાઉ ચાર્જ લઈ પરમીટ કરાતી હતી
આ કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL)(કેસ નંબર -R/WPPIL/60/2022) દ્વારા ગીરના બાબરીયા રેન્જ હેઠળના પાતાળેસ્વર મહાદેવ, તપકેસ્વર મહાદેવ બાણેજ, મચ્છુન્દ્રનાથ મહાદેવ સહિતના ઘણા શિવાલયોમાં જવા માટે વનવિભાગ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પરમીટ આપવામાં આવતી નથી. અમુક જગ્યાએ રાતવાસો થઈ શકે એવી સુવિધાઓ પણ છે તેમ છતા વનવિભાગ દ્વારા પરમિશન આપવામાં આવતી નથી. તે બાબત રજૂ કરવામાં આવી હતી અને ખાસ કરીને પાતાળેસ્વર મહાદેવના દર્શન માટે સમગ્ર વર્ષ દરમિયાન મંજૂરી મળે તે માટે દાદ માંગવામાં આવી હતી. અગાઉના વર્ષોમાં વનવિભાગ દ્વારા પરમીટનો ચાર્જ લઈને સમગ્ર વર્ષ દરમિયાન પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ 2001/2016માં વનવિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ પાતાળેસ્વર મહાદેવ માટે દર્શનાર્થીઓને સમગ્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના પર્વ ઉપર નિઃશુલ્ક પરમીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જોશીમઠ માથે મોટી ઘાત! 12 દિવસમાં 5.4 સેમી જમીનમાં ધસ્યું, ISROની સેટેલાઈટ તસવીરમાં થયો ઘટસ્ફોટ
સરકારને જવાબ રજૂ કરવા કહ્યું
અરજદાર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન દર્શનાર્થીને પ્રવેશ મળે એ માટે રજૂઆત કરવામાં આવી હતી. નામદાર કોર્ટ દ્વારા આજે કોઈપણ ઑર્ડર કે સૂચના આપવામાં આવી નથી. માત્ર ત્રણ અઠવાડિયામાં વનવિભાગ દ્વારા ફોરેસ્ટ વિસ્તારના કયા ધાર્મિક સ્થળો પર જવાની પરમિશન આપવા આવે છે, અને ક્યા સમયે અને ક્યા સમયગાળામાં પ્રવેશ આપવામાં આવે છે અને કેટલા દર્શનાર્થીઓને પ્રવેશ અપાય છે. તેની વિગતો સાથે સરકારને જવાબ રજૂ કરવા જણાવ્યું છે અને આ PILની આગામી સુનવણી 7 માર્ચ, 2023 ના રોજ રાખવામાં આવી છે. આ કેસમાં ચુકાદાનો આધાર Indian Forest Act 1927 અને The Wild Life Protection Act 1972 ની જોગવાઈ મુજબ, અને જે તે સમયે અનામત જંગલ જાહેર થતા સમયે થયેલા ફોરેસ્ટ સેટલમેન્ટ રિપોર્ટ મુજબ અપાયેલા હક્કો અથવા અબાધિત રાખવામાં આવેલા હક્ક, ફોરેસ્ટ સેટલમેન્ટ બાદ વનવિભાગ દ્વારા થયેલા આદેશ જરૂરી સત્તા, યોગ્ય માધ્યમ દ્વારા થયેલા છે કે નહીં તેના ઉપર આધાર રહેલો છે. આ બાબત નામદાર હાઇકોર્ટના ચુકાદાને આધીન હોય, સબજ્યુડીશિયલ મેટર હોય માટે અન્ય કોઈ તરફેણ કે વિરોધ બાબતેની ટિપ્પણી કરેલી નથી.
3 મહિનાથી નાકમાંથી લોહી-દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું, દૂરબીનમાં એવી વસ્તુ દેખાઈ કે ડોક્ટર્સ પણ ચોંક્યા
કોર્ટનું કડક વલણ
કોર્ટે અવલોકનમાં કહ્યું હતું કે, જંગલ વિસ્તાર વન્ય પ્રાણીઓ માટે છે, લોકોના ફરવા માટે નથી. ઉલ્લેખનીય છે કે ગીરમાં પ્રવાસન સ્થળોની મુલાકાત સૂર્યાસ્ત પછી લઈ શકાતી નથી. અરજદારની દલીલ હતી કે ગીરમાં ઘણા મંદિરો છે અને લોકો મંદિરોમાં દર્શનાર્થે જાય છે પણ સૂર્યાસ્ત પછી જવા દેવાતા નથી. તેથી 24 કલાક દર્શનની પરવાનગી આપો. કોર્ટે તે પછી સરકાર પાસે જવાબ માગ્યો હતો. જેમાં જંગલ વિસ્તારમાં સૂર્યાસ્ત પછી મુલાકાતીઓને પ્રવેશ બંધી હોવાનું કહ્યું હતું. કોર્ટે આખરે ટાંક્યું કે, જંગલ સિંહ જેવા જંગલી પ્રાણીઓ માટે છે. ફોરેસ્ટ એરિયામાં સિંહો ફરશે દર્શનાર્થીઓ નહીં. જો લોકોએ તેમના પ્રદેશમાં ફરવું હોય, તો પછી તેઓ આપણા પ્રદેશમાં ફરશે, તે યોગ્ય નથી.
ADVERTISEMENT