ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં વધુ એક દીકરીએ પોતાનું જીવન ટુંકાવ્યાની ઘટના બની છે. યુવક દ્વારા આ યુવતીને બ્લેકમેઈલ કરવામાં આવતી હોવાને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા યુવતીના દેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ આરંભી છે.
ADVERTISEMENT
મધ્ય ગુજરાતની પ્રખ્યાત પંચામૃત ડેરીમાં ભરતીના નામે ખોટી જાહેરાત પ્રસિદ્ધ કરનાર ઈસમો પર કસાયો સંકંજો
થોડા જ દિવસમાં ત્રીજો બનાવ
ભાવનગરના ગારિયાધાર તાલુકામાં આવેલા ઠાસા ગામે રહેતી 27 વર્ષની રવીના દામજીભાઈ કાનાણીની આત્મહત્યાએ ભારે ચર્ચા જગાવી છે. કારણ કે હજુ થોડા જ દિવસ પહેલા શિહોર તાલુકામાં આવેલા સુરકા ગામમાં અને ભાવનગરના હાથબ ગામમાં પણ યુવતીઓએ અન્ય યુવકો પરેશાન કરતા હોવાને કારણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. જે પછી આ વધુ એક ઘટના બની છે. યુવતીઓ કેટલી સલામત છે તે બાબતની હવે ચર્ચાઓ ચાલી છે. આ ઘટનામાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાંસા ગામે રહેતા રામજીભાઇ કાનાભાઇ ઘુસાણી ગઇકાલ રાત્રિના રોજ પરિવાર સાથે સુતા હતા ત્યારે તેની દિકરી રવિના (ઉ.વ. 27) નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવથી ભારે ચકચાર મચી ગઇ હતી અને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ બનાવની ફરિયાદ પોલીસે નોંધી આગળની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો.
ઘટનાની વિગત અનુસાર ગારિયાધાર તાલુકાના ઠાંસા ગામે બે દીવસ રાત્રિ દરમિયાન પરિવાર સુતો હોય તે દરમિયાન રામજીભાઇ કાનાભાઇ ઘુસાણીની દિકરી રવિના પથારીમાં દેખાઇ ન હોય જેથી માતા-પિતાએ તેની ઘરમાં શોધખોળ કરતા માલસામાન રાખવાના રૂમમાં સ્યુસ્યાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ મામલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. યુવતીની સ્યુસાઇડ નોટમાંથી જાણવા મળેલ કે, આ જ ગામના સચીન હરજીભાઇ વોરા (રહે. ઠાંસા, ગારિયાધાર)એ રવિના સાથે રીલેશન રાખી વિડીયો તથા ફોટા પાડી યુવતીના ભાઇ તથા ઘરના સભ્યોને મોકલી અવાર-નવાર યુવતી તથા તેના પરિવારને બ્લેકમેલ કરી ત્રાસ આપતો હતો.
યુવતીના પિતા ઘણી વખત યુવકના પરિવારને સમજાવવા કહ્યું પણ…
આરોપીના પરિવારને પણ યુવતીના પિતાએ સમજાવ્યા બાદ પણ આરોપીના પરિવારજનો દ્વારા લગ્નના દબાણ કરી, ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ યુવતીના સ્યુસ્યાઇડ નોટમાંથી જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ આ બનાવની જાણ કરતા ગારીયાધાર પોલીસને કરતા આરોપીની શોધખોળ કરી ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. આમ ગારિયાધાર તાલુકાના ઢાંસા ગામે બનેલી આ ઘટનામાં પૂર્વ પ્રેમીએ યુવતીના ફોટા અને વિડીયો ઉતારીને યુવતીના ઘરના સભ્યોને મોકલી આપ્યા તેમજ તેને વાઈરલ કરી બ્લેક મેઈલ કરતા આખરે આ માનસીક ત્રાસને લીધે યુવતિએ અંતિમ પગલારૂપે ગળાફાંસો ખાઈને આપઘાત વ્હોરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે તુરંત તપાસ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.
ગીરનું જંગલ સિંહોનું છે, લોકોના ફરવાનું સ્થળ નથીઃ હાઈકોર્ટે 24 કલાક દર્શનની માગ કરતી અરજી પર કહ્યું
યુવતીના ફોટો-વીડિયોથી કરતો બ્લેકમેઈલ
27 વર્ષની રવીના સચિન વોરા નામના યુવકથી ખુબ પરેશાન હતી તેવું તેણે પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું. બે દિવસ પહેલા રવીનાએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. જે પછી ભારે ચકચાર મચી ગઈ હતી. દરમિયાન તેની લખેલી અંતિમ ચીઠ્ઠી પોલીસના હાથ લાગી છે. જેમાં તેણે સચિન વોરા પાસે તેના ફોટો અને વીડિયો હોવાને કારણે તે મોકલીને બ્લેકમેઈલ કરતો હોવાથી પોતે આપઘાત કરી રહી હોવાનું સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે. જેના પછી યુવતીના આપઘાતના કેસમાં હવે આપઘાતની દૂષ્પ્રેરણાનો ગુનો પણ બનતો હોઈ પોલીસ આ દિશામાં પણ આગળ કાર્યવાહી કરી રહી છે.
જૂનાગઢ મનપા દ્વારા જનતા પર આકરા વેરાનો બોજ નાખવાની કરી તૈયારી, કમિશ્નરે વેરામાં 100 થી 250% નો વધારો સૂચવ્યો
સચિનની ધરપકડ કરી છેઃ DySP
ભાવનગરના ડીવાયએસપી આર આર સિંઘલે કહ્યું કે, ભાવનગરના ઠાસા ગામની આ દીકરીને સચિન નામનો શખ્સ હેરાન કરતો હતો. યુવતીને તે માનસિક ત્રાસ આપતો હતો. તે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. પોલીસે સચિનની ધરપકડ કરી લીધી છે. હવે આગળની તપાસ ચાલી રહી છે.
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT