ભાવનગરઃ રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો, દીકરીના ઘરે જતા પિતાને ગાયે અડફેટે લેતા મોત

ભાવનગરઃ ભાવનગરમાં વધુ એક વખથ રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. રખડતા ઢોરે વધુ એકનો ભોગ લેતા લોકોમાં નારાજગી અને રોષ જોવા મળ્યો…

gujarattak
follow google news

ભાવનગરઃ ભાવનગરમાં વધુ એક વખથ રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. રખડતા ઢોરે વધુ એકનો ભોગ લેતા લોકોમાં નારાજગી અને રોષ જોવા મળ્યો છે. ભાવનગરના ગોકુળનગર ખાતે ગાય અચાનક રોડ પરથી જતા લોકોને મારવા દોડી રહી હતી. દરમિયાન આ વૃદ્ધ વ્યક્તિ ગાયની અડફેટે આવી જતા તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે વધુ એક વ્યક્તિનો રખડતા પશુએ ભોગ લેવાની ઘટનાને કારણે લોકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી જોવા મળી છે.

તંત્રના પાપે વૃદ્ધે જીવ ગુમાવ્યો
માત્ર ભાવનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોની સમસ્યાને લઈને સતત પ્રશ્નો ઊભા થતા આવ્યા છે. કોઈ જીવ જાય ત્યારે ફરી આ ભૂત ધૂણે છે અને સરકાર થોડા ડંડા પછાડીને પાછી જેમ હતું એમનું એમ થઈ જાય છે. આ સમસ્યાનો કોઈ નિશ્ચિત અને લાંબા ગાળાનો ઉકેલ હજુ સુધી કોઈ સરકાર લાવી શકી નથી કે લાવવાના ઈરાદામાં પણ દેખાતી નથી. જેનો ભોગ સામાન્ય વ્યક્તિઓને બનવાનું થઈ રહ્યું છે. ભાવનગરમાં આવા જ એક સામાન્ય વ્યક્તિએ તંત્રના પાપે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Hockey World Cup: ભારતની ધમાકેદાર શરૂઆત, પહેલી જ મેચમાં સ્પેનને પછાડ્યું

લોકો બચાવવા દોડ્યા પણ…
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ નજીક રહેતા દેવેન્દ્રભાઈ મૂળજીભાઈ પરમાર અગાઉ રેલવે કર્મચારી હતા. 63 વર્ષિય દેવેન્દ્રભાઈ હાલ નિવૃત્ત જીવન ગુજરી રહ્યા હતા. હાલમાં તહેવારનો માહોલ છે અને આ દરમિયાનમાં દેવેન્દ્રભાઈ તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ગોકુળનગરમાં જાણે એક ગાયને હકડવા ઉપડ્યો હોય તેમ રોડ પરથી આવતા જતા લોકોને મારવા દોડી રહી હતી. જે ગાયથી દેવેન્દ્રભાઈ બચી શક્યા નહીં અને ગાયે તેમને અડફેલે લઈ લીધા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને ગાયે ભેટું મારતા આસપાસના લોકો પણ તેમને બચાવવા દોડી ગયા હતા. 108 ઈમર્જન્સી વાન મારફતે તેમને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડાયા હતા. જોકે હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. બનાવને પગલે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp