અમરેલીઃ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ હજુ પણ ચાલુ છે. હાલમાં જ હવામાન વિભાગ અને હવામાન નિષણાંતો દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. જોકે આગાહીના સમયથી જ સતત ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા છે. ત્યારે અમરેલીમાં રાજુલાના વાવેરા ગામની પાસેથી વહેતી ધાણો નદીમાં પુરના પાણી આવ્યા હતા.
ADVERTISEMENT
ZAKIR NAIK ને ઓમાનમાં એન્ટ્રી નહી આપવા માટે ભારતની અપીલ
સાવરકુંડલાના આ ગામોના લોકોમાં આશ્ચર્ય
અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે. અમરેલીના રાજુલા ખાતે વાવેરા ગામની ધાણો નદીમાં પુર આવ્યું હતું. સંધ્યા ટાણે પુરના ધસમસતા પાણી આવી ગયા હતા. ભર ઉનાળે પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેરઠેર પાણી પણ ભરાયા હતા. જ્યાં પુરના પાણી ધાણો નદીમાં આવી જતા સાવરકુંડલા તાલુકાના ઘાંડલા, વણોટ, ભમ્મર ગામના લોકોને પણ પુરના પાણી નજરે પડતા ચિંતાઓ વધી હતી.
ગામના નજીકથી વહેતી નદીમાં જ્યારે ધસમસતા પાણી આવી જતા લોકો પણ પુરના પાણી જોવા નદી કાંઠે દોડી આવ્યા હતા. ભર ઉનાળે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે ઘણી નદીઓમાં પાણીના સ્તર ઉપર આવ્યા છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT