અંબાજી મંદિરમાં ધરણા, પ્રદર્શન, રેલી પર પ્રતિબંધઃ ગેટ પર લાગી ગઈ આવી નોટિસ

અંબાજીઃ અંબાજી મંદિરના પ્રસાદનો વિવાદ વકરતો જાય છે. એક તરફ લોકો અને હિન્દુ સંગઠનો આવ્યા છે તો બીજી તરફ મંદિર પ્રશાસન અને સરકાર આવી ચઢી…

gujarattak
follow google news

અંબાજીઃ અંબાજી મંદિરના પ્રસાદનો વિવાદ વકરતો જાય છે. એક તરફ લોકો અને હિન્દુ સંગઠનો આવ્યા છે તો બીજી તરફ મંદિર પ્રશાસન અને સરકાર આવી ચઢી છે. અહીં સુધી કે દાતાના રાજવી પરિવારે તો આ મામલામાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા સુધીની તૈયારીઓ બતાવી છે. વર્ષો જુના મોહનથાળના પ્રસાદને બદલે ચીક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા કરોડોના કોન્ટ્રાક્ટ પર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આજે અંબાજી મંદિરના ગેટ નંબર 7 પર મંદિરમાં ધરણા, પ્રદર્શન, રેલી, વગેરે કરીને વિરોધ કરી નહીં શકાય તેવી નોટિસ લગાવી દેવાઈ છે.

દાહોદમાં સ્વયંવરઃ જે લાકડા પર ચઢી બતાવે તેને મળે મન ગમતી યુવતી સાથે લગ્નની તક-Video

VIP ગેટ બંધ કરાયો
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદના મામલાને લઈને આજે સોમવારે સાંજે 7 વાગ્યે અંબાજી મંદિરના વીઆઈપી ગેટ એવા ગેટ નંબર 7ને બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેટ નંબર 7 પર જાહેરનામુ લગાવી દેવાયું છે કે 10થી 24 તારીખ સુધી અંબાજી મંદિરમાં ધરણા, પ્રદર્શન કે રેલી જેવા કાર્યક્રમોથી વિરોધ દર્શાવી શકાશે નહીં.

Breaking: નર્મદામાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ Video ભાવનગરમાં પણ કરા પડ્યા

(ઈનપુટઃ શક્તિસિંહ રાજપુત, અંબાજી)

    follow whatsapp